HousingNEWS

ARAના પ્રતિનિધિઓની રિયલ એસ્ટેટની રાષ્ટ્રીય સંસ્થા NAR INDIAની નેશનલ કમિટીમાં કરાઈ નિમણૂંક

રિયલ એસ્ટેટ સેક્ટરની પણ માયાનગરી મુંબઈ સ્થિત જીઓ કન્વેન્શન સેન્ટરમાં તાજેતરમાં નેશનલ એસોસિએશન ઓફ રિયલ્ટર્સ – ઈન્ડિયા (NAR India) નું ભવ્ય કન્વેન્શન યોજાયું હતું. જેમાં વર્ષ-2026 માટે નવી નેશનલ કમિટીની રચના કરવામાં આવી હતી.

જેમાં અમદાવાદ રિયલ્ટર એસોસિએશન(ARA)ના ધ્વનિ શાહને NAR INDIA ના ટ્રેઝરર અને કમલ વાટલિયાને NAR INDIA ના નોર્થ-વેસ્ટ ઝોનના પ્રતિનિધિ તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

આ બંને પ્રતિનિધિઓ, અમદાવાદ અને ગુજરાતના રિયલ એસ્ટેટ ક્ષેત્રને રાષ્ટ્રીય સ્તરે મજબૂત પ્રતિનિધિત્વ આપશે અને ઈન્ડસ્ટ્રીના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે એવી આશા વ્યક્ત કરી હતી.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close