Big StoryCivil EngineersGovernmentGovtInfrastructureNEWSPROJECTSUrban Development

મોટા વરાછામાં 350 કરોડના ખર્ચે 450 બેડની અત્યાધુનિક હોસ્પિટલ બનશે

A state-of-the-art 450-bed hospital will be set up in Mota Varachha at a cost of Rs 350 crore

સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા સંચાલિત ચીકુવાડી ખાતેની હોસ્પિટલને 8 વર્ષ પુરા થયા છે સુરત શહેરનો વ્યાપ વધતાં વધારે જરૂરિયાત ઊભી થતાં સંસ્થા દ્વારા વધુ એક હોસ્પિટલના નિર્માણ કરવાનો સંકલ્પ કરાયો છે. પાલિકા દ્વારા મોટા વરાછા ઉત્તરાણ ટી પી 24 ફાઇનલ પ્લોટ 193 R42 રામચોક લિબટરી 9 પાછળની જમીન ટોકન દરે 12850 વાર 79 વર્ષના પટ્ટે ફાળવાઈ છે.

સંસ્થાના ચેરમેન સી.પી.વાનાણીએ જણાવ્યું હતું કે, છેલ્લા એક દાયકામાં વસ્તી ખૂબ જ વધી જતા વધુ એક હોસ્પિટલની જરૂરિયાત ઊભી થઇ છે.ખાસ કરીને ઉતરાણ, અમરોલી, મોટા વરાછા, વેલંજા, શેખપુર, અબ્રામા સહિતના વિસ્તારમાં ખૂબજ મધ્યમ વર્ગના લોકોની લગભગ 7 લાખથી વધારે વસ્તી હોવાથી તેઓને ઓછા દરે અને અત્યાધુનિક સાધનો વડે સારી સારવાર મળી રહે તે હેતુથી એસ.ડી.એ. (સુરત ડાયમંડ એસોસિયેશન) આરોગ્ય ટ્રસ્ટ દ્વારા દાતાઓના સહયોગથી 350 કરોડના ખર્ચે 11 માળ 450, બેડની અત્યાધુનિક હોસ્પિટલ નિર્માણ થશે દશેરાના દિવસે હોસ્પિટલનો ખાતમુહૂર્ત થાય તેવી તૈયારી કરવામાં આવી રહી છે.

હોસ્પિટલ ઉપરાંત ભવિષ્યમાં મેડિકલ કોલેજની મંજૂરી મળે તો 100 સીટની મેડિકલ કોલેજ પણ શરૂ થઇ શકે તે રીતે સ્ટ્રક્ચર તૈયાર કરાશે. ચીકુવાડી ખાતેની હોસ્પિટલમાં મળતી તમામ સારવાર અને સુવિધાઓ નવી નિર્માણ થનાર હોસ્પિટલમાં ઉપલબ્ધ થશે તે ઉપરાંત હૃદયરોગ વિભાગનો ઉમેરો થશે. ડાયમંડ હોસ્પિટલમાં માત્ર ડાયમંડ વર્કર જ નહીં પરંતુ સમાજના કોઈ પણ વર્ગના લોકો જ્ઞાતિ જાતિ કે ધર્મના ભેદભાવ વગર લાભ લઇ શકે છે.

  • 12850 વાર જગ્યા
  • 11 માળ
  • 450 બેડ
  • 5 લાખ
  • ફૂટ બાંધકામ
  • 350 કરોડથી વધારે ખર્ચ

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.

Show More

Related Articles

Back to top button
Close