GovernmentInfrastructureNEWSPROJECTS

અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવેના જંકશન પર ₹124 કરોડનો ઇન્ટરચેન્જ બનશે

અમદાવાદ: Built India Media: અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવે અને એસપી રિંગ રોડના જંકશન પર ₹124.40 કરોડના ખર્ચે ઇન્ટરચેન્જ બનાવવા માટે NHAIએ ટેન્ડર મંગાવ્યા છે. હાલ અહીં માત્ર સર્કલ હોવાથી ટ્રાફિક વધતા ભવિષ્યમાં સમસ્યા ઊભી થવાની શક્યતા હતી.

ઇન્ટરચેન્જમાં રેમ્પ અને સર્વિસ રોડ બનાવવામાં આવશે, જેથી એક્સપ્રેસવે અને રિંગ રોડ વચ્ચે વાહનવ્યવહાર સરળ બનશે. પ્રોજેક્ટ 18 મહિનામાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે અને 10 વર્ષનો જાળવણી સમયગાળો રહેશે.

109.019 કિમી લાંબો અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવે ₹5,800 કરોડના ખર્ચે તૈયાર થયો છે, જેના કારણે અમદાવાદ-ધોલેરા મુસાફરીનો સમય આશરે 45 મિનિટ થયો છે.

23 ઓક્ટોબર, 2026ના રોજ ટેન્ડર ખોલવામાં આવશે અને નવા ઇન્ટરચેન્જથી ધોલેરા તથા આગામી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સાથેની કનેક્ટિવિટી વધુ સુગમ બનશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા સૌજન્ય: દેશગુજરાત

Show More

Related Articles

Back to top button
Close