InfrastructureNEWSPROJECTS
ગુજરાતમાં 10 કે તેથી વધુ કામદારો ધરાવતા એકમોનું ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત

અમદાવાદ: Built India Media: ગુજરાતમાં 10 કે તેથી વધુ કામદારો ધરાવતી ફેક્ટરી, બાંધકામ સાઇટ તેમજ ઔદ્યોગિક અને વાણિજ્યિક એકમો માટે હવે શ્રમ સેતુ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી ફરજિયાત કરવામાં આવી છે.
આ પ્રક્રિયા 25 ઓગસ્ટથી શરૂ કરવામાં આવી છે. નવા પાત્ર એકમોએ પાત્ર બન્યાના 60 દિવસમાં, જ્યારે અગાઉથી નોંધાયેલા એકમોએ નવા નિયમોના અમલ બાદ 180 દિવસમાં નોંધણી અપડેટ કરવાની રહેશે.

નોંધણી પ્રમાણપત્ર એકમના મુખ્ય સ્થળે દૃશ્યમાન રીતે દર્શાવવાનું રહેશે અને તે ભૌતિક અથવા ડિજિટલ સ્વરૂપે રાખી શકાશે.
નવા નિયમનો હેતુ કામદારોની સુરક્ષા, આરોગ્ય અને કાયદાકીય પાલન સુનિશ્ચિત કરવાની સાથે ઓનલાઈન પ્રક્રિયા દ્વારા કાગળકામ ઘટાડવાનો છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.



