GovernmentInfrastructureNEWSPROJECTS

બાંધકામ મંજૂરી પહેલાં ડેવલપર્સે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરની અસરની વિગતો આપવી પડશે

અમદાવાદ: Built India Media:  AMCની નવી SOP હેઠળ હવે બિલ્ડિંગ મંજૂરી પહેલાં ડેવલપર્સે પ્રોજેક્ટથી પાણી, ડ્રેનેજ, વીજળી અને ટ્રાફિક પર પડનારા વધારાના લોડની વિગતો આપવી પડશે.

આ માટે ડેવલપર્સના રજિસ્ટર્ડ એન્જિનિયરે ‘Infrastructure Provision Planning’ પોર્ટલ પર પ્રોજેક્ટનો ડિજિટલ ડેટા સબમિટ કરવાનો રહેશે. તેમાં પ્લોટનું ક્ષેત્રફળ, Land Use, અંદાજિત વસ્તી અને દૈનિક મુલાકાતીઓની સંખ્યા જેવી વિગતો સામેલ રહેશે.

મોટા Residential અને Commercial Projects માટે Traffic Impact Audit પણ જરૂરી રહેશે. પ્રોજેક્ટના Built-up Area, યુનિટોની સંખ્યા અને Parkingની વિગતોના આધારે ટ્રાફિક લોડનું પણ મૂલ્યાંકન કરાશે.

આ માહિતીના આધારે AMC પ્રોજેક્ટ શરૂ થાય તે પહેલાં જ જરૂરી રોડ, પાણી, ડ્રેનેજ અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું આયોજન કરી શકશે, જેથી ભવિષ્યમાં વધતા શહેરી લોડને કારણે સમસ્યા ઊભી ન થાય.

ટીમ બિલ્ટ ઈન્ડિયા. સૌજન્ય- ગુજરાત સમાચાર

Show More

Related Articles

Back to top button
Close