CREDAI Ahmedabadની AMC કમિશનર સાથે બેઠક, FSI-GST સહિતના મુદ્દે ચર્ચા

અમદાવાદ: Built India Media: CREDAI Ahmedabad GIHEDના સભ્યોને પડતી વિવિધ સમસ્યાઓ અંગે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાણી, IAS સાથે AMCના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં બેઠક યોજાઈ હતી.
બેઠકમાં Tall Buildingના નિયમો, 70 મીટર બિલ્ડિંગની મંજૂરી પ્રક્રિયા, Green Building ઇન્સેન્ટિવ, Fire Chargesમાં ડુપ્લિકેશન અને પાર્કિંગ સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઈ.

આ ઉપરાંત CREDAI-Gujarat દ્વારા FSI અને Additional FSI પર GST લાગુ પડવા અંગે સ્પષ્ટતા કરવા રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. FSI ચાર્જ પર 18% GSTની નોટિસ અંગે પણ ઉદ્યોગ સંગઠને વાંધો વ્યક્ત કર્યો છે.
CREDAIએ Affordable Housingની વ્યાખ્યામાં ફેરફાર તેમજ હાઉસિંગ કન્સ્ટ્રક્શનના Works Contract પર GST 18%થી ઘટાડીને 12% કરવાની માંગ પણ કરી છે. સંગઠનના જણાવ્યા મુજબ, આ સુધારાઓથી બાંધકામ ક્ષેત્રને રાહત મળી શકે છે અને ઘર ખરીદનાર પરનો ખર્ચનો બોજ ઘટાડી શકાય છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા. સૌજન્ય- ટાઈમ્સ ઓફ ઈન્ડિયા.



