GovernmentInfrastructureNEWSPROJECTS

એરપોર્ટ નજીક બિલ્ડિંગ માટે હાઈટ ક્લિયરન્સ હવે ઝડપી બનશે

નવી દિલ્હી: Built India Media: એરપોર્ટ નજીક બિલ્ડિંગ બાંધવા માટે હાઈટ ક્લિયરન્સ મેળવવામાં ડેવલપર્સને પડતી મુશ્કેલીઓ દૂર કરવા કેન્દ્ર સરકાર નવા સુધારા લાવવાની તૈયારી કરી રહી છે. હવે પ્રોજેક્ટના આયોજનના શરૂઆતના તબક્કે જ મંજૂર બિલ્ડિંગ હાઈટની માહિતી ઉપલબ્ધ કરાવવાની યોજના છે.

હાલ ડેવલપર્સ ઘણીવાર બિલ્ડિંગની ડિઝાઇન અને પ્લાન તૈયાર કર્યા બાદ હાઈટ ક્લિયરન્સ માટે અરજી કરે છે. બાદમાં જો હાઈટ અંગે વાંધો આવે તો સમગ્ર ડિઝાઇનમાં ફેરફાર કરવો પડે છે.

નવા મોડલ હેઠળ દિલ્હી, મુંબઈ અને હૈદરાબાદ જેવા મોટા શહેરોમાં હાઉસિંગ સોસાયટીઓ, આર્કિટેક્ટ્સ અને બિલ્ડર્સ શરૂઆતથી જ મંજૂર ઊંચાઈની મર્યાદા મુજબ ડિઝાઇન તૈયાર કરી શકશે. સરકાર સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશનોને પૂર્વ-મૅપ કરાયેલા એરોનોટિકલ ઝોનિંગ ડેટાના આધારે સ્થાનિક સ્તરે Height NOC આપવાની સત્તા આપવાનું પણ વિચારી રહી છે.

ડિજિટલ ટૂલ્સ, સ્પેશિયલ મેપિંગ અને જાહેર ડેટાના ઉપયોગથી મેન્યુઅલ ચકાસણી અને સાઇટ વિઝિટ ઘટાડવામાં આવશે. કેન્દ્રના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આ સુધારા 15 દિવસમાં અંતિમ કરીને અમલમાં મૂકવા અધિકારીઓને સમયમર્યાદા આપી છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા. સૌજન્ય- ટાઈમ્સ ઓફ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close