InfrastructureNEWSPROJECTS

કાલુપુર રેલવે સ્ટેશન આસપાસના 3.3 ચો.કિમી વિસ્તારમાં પહોળા રસ્તા અને નવી ઈન્ફ્રા વિકસાવાશે

અમદાવાદ: Built India Media: કાલુપુર રેલવે સ્ટેશનના વિકાસને ધ્યાનમાં રાખીને AMC દ્વારા સ્ટેશન આસપાસના 3.3 ચોરસ કિમી વિસ્તારમાં Local Area Plan તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ માટે કન્સલ્ટન્ટની નિમણૂક કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.

આ યોજના હેઠળ રસ્તા પહોળા કરવા, નવા બ્રિજ અને વૈકલ્પિક રસ્તાઓ બનાવવાનું આયોજન છે. ટ્રાફિક ઘટાડવા ઉપરાંત જાહેર સુવિધાઓ અને ભવિષ્યના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે જમીન ઉપલબ્ધ કરાવવા માઇક્રો-લેવલ પ્લાનિંગ કરવામાં આવશે.

સ્ટેશન આસપાસની ખાનગી જમીન પર આવેલી ઇમારતોના રિડેવલપમેન્ટ માટે નવા નિયમો બનાવવાની પણ યોજના છે. આથી જાહેર ઉપયોગ માટે વધુ જમીન ઉપલબ્ધ થઈ શકે છે.

Local Area Planમાં ખાડિયા, જમાલપુર, શાહપુર અને કાલુપુરના હેરિટેજ પોળ વિસ્તારોનો સમાવેશ થશે. જોકે, UNESCO દ્વારા સંરક્ષિત ઇમારતોને પ્લાનની હદમાંથી બહાર રાખવામાં આવશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા. સૌજન્ય- ટાઈમ્સ ઓફ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close