Civil EngineeringGovernmentInfrastructureNEWSPROJECTS
CG રોડ પર AMCનું સ્માર્ટ ફ્લેપ પાર્કિંગ શરૂ, 280 પાર્કિંગ સ્લોટ કાર્યરત

અમદાવાદ: Built India Media: AMCએ સ્ટેડિયમ ક્રોસ રોડથી પંચવટી ક્રોસ રોડ વચ્ચે 280 ઓન-સ્ટ્રીટ સ્માર્ટ ફ્લેપ પાર્કિંગ સ્લોટ શરૂ કર્યા છે. આ સુવિધા માત્ર ફોર-વ્હીલર માટે રહેશે અને તેનો હેતુ રોડ પર ગેરકાયદેસર તથા અયોગ્ય પાર્કિંગને રોકવાનો છે.
સ્માર્ટ પાર્કિંગ સ્લોટમાં વાહન પાર્ક કરતાં સેન્સર આધારિત ફ્લેપ બેરિયર આપમેળે લોક થઈ જશે. વાહન બહાર કાઢતી વખતે QR કોડ સ્કેન કરીને UPI અથવા અન્ય ડિજિટલ માધ્યમથી પાર્કિંગ ફી ચૂકવ્યા બાદ બેરિયર આપમેળે ખુલશે.

આ સિસ્ટમમાં કેશ પેમેન્ટ સ્વીકારવામાં આવશે નહીં. પાર્કિંગ માટે અનધિકૃત વ્યક્તિ કેશ માંગે તો પૈસા ન આપવા અને AMC હેલ્પલાઇનનો સંપર્ક કરવા જણાવાયું છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દેશગુજરાત



