GovernmentHousingInfrastructureNEWSPROJECTS
સાણંદના Industrial Unitમાં જમીન કપાતમાં મોટી રાહતની શક્યતા

અમદાવાદ: Built India Media : સાણંદ અને આસપાસના ઔદ્યોગિક એકમોને નવી ડ્રાફ્ટ TP સ્કીમ હેઠળ વધારાની જમીન કપાતમાંથી રાહત મળી શકે છે. સાણંદના ઈયાવા વિસ્તારમાં આવેલા Bosch Rexrothના ઔદ્યોગિક એકમને 2012માં વિકાસ મંજૂરી દરમિયાન માત્ર 6.3% જમીન કપાત કરવામાં આવી હતી. હવે નવી TP સ્કીમ હેઠળ ભવિષ્યના વિસ્તરણ માટે 20% જમીન કપાતનો મુદ્દો સામે આવ્યો છે.
કંપનીએ રજૂઆત કરીને અગાઉ મંજૂર થયેલી કપાત સિવાય વધારાની જમીન કપાત ન કરવાની માંગ કરી છે. કંપનીના જણાવ્યા મુજબ, પ્લાન્ટના વિસ્તરણથી રોજગારી વધશે અને ગુજરાતના ઔદ્યોગિક વિકાસને વેગ મળશે.

જો AUDA વધારાની કપાત નહીં કરવાનો નિર્ણય લે છે, તો સાણંદ અને આસપાસની TP સ્કીમ હેઠળ આવતા અન્ય ઔદ્યોગિક એકમોને પણ વિકાસ અને વિસ્તરણમાં રાહત મળી શકે છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા. સૌજન્ય- ટાઈમ્સ ઓફ ઈન્ડિયા.



