InfrastructureNEWS
GIFT IFSCમાં ફંડ મેનેજમેન્ટ રજિસ્ટ્રેશનમાં પાંચ ગણો વધારો

અમદાવાદ: GIFT IFSCમાં ફંડ મેનેજમેન્ટ ક્ષેત્રે નોંધણીમાં છેલ્લા ચાર વર્ષમાં લગભગ પાંચ ગણો વધારો થયો છે. માર્ચ 2022માં 45 રહેલી ફંડ મેનેજમેન્ટ એન્ટિટીની સંખ્યા વધીને માર્ચ 2026માં 217 થઈ છે.
આ સાથે GIFT IFSCના સમગ્ર ફાઇનાન્શિયલ સર્વિસ ઈકોસિસ્ટમમાં પણ ઝડપી વિકાસ થયો છે. IFSCA દ્વારા આપવામાં આવેલી કુલ નોંધણી અને મંજૂરીઓ માર્ચ 2021માં 110થી વધીને માર્ચ 2026માં 1,193 થઈ છે.

GIFT IFSCમાં બેન્કિંગ યુનિટ્સની સંખ્યા પણ 15થી વધીને 37 અને ઈન્સ્યોરન્સ એન્ટિટીની સંખ્યા 18થી વધીને 70 થઈ છે. ફિનટેક અને ફાઇનાન્સ કંપનીઓ સહિતના ક્ષેત્રમાં સૌથી મોટો વધારો નોંધાયો છે.
સરકારના જણાવ્યા મુજબ, IFSCAને એકીકૃત નિયમનકાર બનાવવાની નીતિ અને નવા ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સ શરૂ કરવાથી GIFT IFSCના વિકાસને વેગ મળ્યો છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દેશગુજરાત



