અમદાવાદનું બનશે 3D ડિજિટલ મેપિંગ, 25 લાખ મિલકતોને મળશે Digital ID

અમદાવાદ: AMC સમગ્ર શહેરનું GIS આધારિત ડિજિટલ મેપિંગ કરવાની યોજના બનાવી રહી છે. પ્રોજેક્ટ હેઠળ 625 ચોરસ કિમી વિસ્તારમાં એરિયલ LiDAR અને ફોટોગ્રાફિક સર્વે કરવામાં આવશે તથા આશરે 25 લાખ મિલકતોનું જિયો-કોડિંગ કરીને દરેક મિલકતને Digital Door ID આપવામાં આવશે.
શહેરના આશરે 5,200 કિમી રસ્તા અને 5,200 કિમી અંડરગ્રાઉન્ડ યુટિલિટી નેટવર્કનું પણ ડિજિટલ મેપિંગ કરાશે. તેમાં પાણીની પાઈપલાઈન, ગટર, સ્ટોર્મ વોટર, ગેસ લાઈન અને કેબલનો સમાવેશ થશે.

આ ઉપરાંત સમગ્ર અમદાવાદનું 3D ડિજિટલ મોડલ તૈયાર કરવામાં આવશે, જેમાં 500 મહત્વની ઇમારતોના વિગતવાર 3D મોડલ સામેલ થશે. ટાઉન પ્લાનિંગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને નાગરિક સેવાઓ માટે 12 GIS આધારિત એપ્લિકેશન પણ વિકસાવવામાં આવશે.
આ એકીકૃત સિસ્ટમને પ્રોપર્ટી ટેક્સ, ફરિયાદ નિવારણ અને SCADA જેવી AMCની હાલની સિસ્ટમ સાથે જોડવામાં આવશે. તેનાથી રોડ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, યુટિલિટી અને ટાઉન પ્લાનિંગમાં ઝડપી તથા વધુ ચોક્કસ નિર્ણય લેવામાં મદદ મળશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- ટાઈમ્સ ઓફ ઈન્ડિયા.



