NEWS

નવા ગંભીરા બ્રિજનું 20 સપ્ટેમ્બરે ઉદ્ઘાટન, વડોદરા-આણંદ વચ્ચે કનેક્ટિવિટી બનશે વધુ સરળ

વડોદરા: Built India Media: મહી નદી પર ₹212 કરોડના ખર્ચે બનેલો નવો ગંભીરા બ્રિજ 20 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મુકાય તેવી શક્યતા છે. ગયા વર્ષે જૂનો ગંભીરા બ્રિજ ધરાશાયી થતાં 21 લોકોના મોત થયા હતા.

બ્રિજનું ઉદ્ઘાટન અગાઉ 8 સપ્ટેમ્બરે થવાનું હતું, પરંતુ સરકારે વધારાના પુલ-આઉટ, વાઇબ્રેશન મોનિટરિંગ અને ફિઝિકલ ટેસ્ટ કરાવવાનો નિર્ણય લીધો હતો. ત્રણેય સલામતી પરીક્ષણો સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ હવે ઉદ્ઘાટનનો માર્ગ મોકળો થયો છે.

વડોદરા જિલ્લાના પાદરાને આણંદ સાથે જોડતો આ નવો બ્રિજ R&B વિભાગે જૂનો બ્રિજ તૂટ્યાના એક વર્ષમાં તૈયાર કર્યો છે. જૂનો ગંભીરા બ્રિજ 9 જુલાઈ, 2025ના રોજ ધરાશાયી થયો હતો, જેના બાદ સરકારે નવા બ્રિજનું નિર્માણ હાથ ધર્યું હતું.

મુખ્યમંત્રીની વડોદરા મુલાકાત દરમિયાન ₹1,273 કરોડના વિવિધ વિકાસકાર્યોના ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે. તેમાં R&B, પંચાયત, GETCO અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સહિતના વિવિધ વિભાગોના કામોનો સમાવેશ થાય છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા | સૌજન્ય: દેશગુજરાત

Show More

Related Articles

Back to top button
Close