GovernmentInfrastructureNEWSPROJECTS

ગ્રીન અમોનિયા કરારોથી ભારત $2.5 બિલિયન બચાવશે, જેમાં ગુજરાતની SCC Infra. કંપનીએ કર્યા કરારો

ભારત ગ્રીન એનર્જી ક્ષેત્રમાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરી રહ્યું છે. દેશ આગામી દાયકામાં લગભગ $2.5 બિલિયન જેટલી વિદેશી ચલણ બચત કરશે, કારણ કે ગ્રીન અમોનિયા ઉત્પાદન અને સપ્લાયને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ પગલું ખાતર ક્ષેત્રમાં આયાત પરની નિર્ભરતા ઘટાડશે અને દેશની ઊર્જા સુરક્ષાને મજબૂત બનાવશે. આ પ્રસંગે, કેન્દ્રીય રિન્યૂઅબલ એનર્જી મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે આ કરારો એવા સમયે થયા છે જ્યારે વિશ્વમાં અનિશ્ચિતતા વધી રહી છે, અને તે ભારતની ઊર્જા સુરક્ષાને મજબૂત બનાવશે.

ખાતર ક્ષેત્ર માટે દર વર્ષે 7.24 લાખ ટન ગ્રીન અમોનિયા સપ્લાય શરૂ કરવામાં આવી રહી છે, જે સ્થાનિક ઉત્પાદન તરફના પરિવર્તનને દર્શાવે છે. આ પહેલ દ્વારા ભારત ધીમે ધીમે આયાત કરાતા ફોસિલ ફ્યૂઅલ આધારિત ગ્રે અમોનિયા પરની નિર્ભરતા ઘટાડશે.

આ કરારો ગ્રીન અમોનિયા ઉત્પાદકો, ખાતર કંપનીઓ અને Solar Energy Corporation of India વચ્ચે કરવામાં આવ્યા છે. આ કરારો હેઠળ ગ્રીન અમોનિયાની કિંમત ₹49.75 થી ₹64.74 પ્રતિ કિલો નક્કી કરવામાં આવી છે, જે વૈશ્વિક બજારમાં ચાલી રહેલી આશરે ₹110 પ્રતિ કિલોની કિંમતોની સરખામણીએ ઘણી ઓછી છે.

આ તમામ કરારો National Green Hydrogen Mission હેઠળ કરવામાં આવ્યા છે, જેનું કુલ મૂલ્ય ₹19,744 કરોડ છે. આ મિશન હેઠળ 2030 સુધી દર વર્ષે 5 મિલિયન મેટ્રિક ટન ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન કરવાનો લક્ષ્ય છે. આ રીતે, ગ્રીન અમોનિયા તરફનો ભારતનો આ પ્રયાસ માત્ર ઊર્જા ક્ષેત્રમાં જ નહીં પરંતુ આર્થિક અને પર્યાવરણલક્ષી દૃષ્ટિએ પણ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે.

ભારતની National Green Hydrogen Mission હેઠળ, Solar Energy Corporation of India (SECI) દ્વારા અનેક મહત્વપૂર્ણ કંપનીઓને દર વર્ષે 7 લાખ ટનથી વધુ (TPA) ગ્રીન અમોનિયા ઉત્પાદન અને સપ્લાય કરવા માટે કરારો આપવામાં આવ્યા છે. જેમાં દેશની છ કંપનીઓ સાથે કરાર કરવામાં આવ્યા છે. જે નીચે મુજબ છે.

  • ગુજરાતની SCC Infrastructureએ Paradeep Phosphates અને Madhya Bharat Agro Productsને સપ્લાય કરશે.
  • ACME Groupએ 20,000 કરોડનો કરાર કર્યો છે, જેના હેઠળ દર વર્ષે 3,70,000 TPA ગ્રીન અમોનિયા IFFCO, Coromandel International અને Paradeep Phosphates કંપનીઓને સપ્લાય કરશે.
  • NTPC Renewable Energyએ મધ્યપ્રદેશમાં Krishna Phoschemને 70,000 TPA સપ્લાય કરવાનો કરાર મેળવ્યો છે.
  • Jakson Green એ કાકીનાડામાં Coromandel Internationalને 85,000 TPA સપ્લાય કરવાનો ટેન્ડર જીત્યો છે.
  • Oriana Power / TrueRE એ Madhya Bharat Agro Productsને 60,000 TPA સપ્લાય કરવાનો કરાર મળ્યો છે.
  • AM Green Ammonia એ SIGHT scheme હેઠળ કાકીનાડામાં ગ્રીન અમોનિયા ઉત્પાદન માટે પ્રોજેક્ટ્સ આપવામાં આવ્યા છે.
  • ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close