વડાપ્રધાન મોદીના જન્મસ્થળમાં નિર્માણ કરાયેલું ઈન્ટરનેશનલ મ્યુઝિયમને, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કરશે ઉદ્દઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માદરે વતન વડનગરમાં એશિયાનું પ્રથમ ઈન્ટરનેશનલ આર્કિયોલોજિકલ એક્સપિરિયન્સલ મ્યુઝિયમને આજે 11:15 વાગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે ખુલ્લું મૂકવામાં આવશે. જો કે, જાહેર જનતા માટે 1 ફેબ્રુઆરીના રોજ ખુલ્લું મૂકવામાં આવશે. ગ્રાઉન્ડ ફ્લોરથી ચાર માળના આ મ્યુઝિયમમાં સાત કાળના વડનગરની પ્રતીતિ કરાવતાં અવશેષો અને જૂની હસ્તપ્રતો જોઈ શકાશે. પ્રિ. મોર્ય, મોર્ય, ક્ષત્રપ, પોસ્ટ, સોલંકીકાળ, મુગલકાળ અને ગાયકવાડ કાળના કલ્ચર વેપાર-ધંધા તેમ જ અવશેષો અહીં પ્રદર્શિત કરવામાં આવ્યા છે. પ્રવાસીઓ માટે આખું મ્યુઝિયમ જોતાં અંદાંજે ત્રણ કલાક લાગશે તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એશિયાનું પ્રથમ ઈન્ટરનેશનલ આક્રિયોલોજિકલ એક્સપિરિયન્સલ મ્યુઝિયમનું નિર્માણકાર્ય ગુજરાત સહિત દેશની કન્સ્ટ્રક્શન કંપની પીએસપી પ્રોજેક્ટસ્ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે. વડનગર અમરથોળ દરવાજા નજીક ચાર એકરમાં રુ. 298 કરોડ રુપિયાના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે.

ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય અને ગુજરાત સરકારના પુરાતત્વ અને સંગ્રહાલય નિયામક, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) ના સહયોગથી વડનગર ખાતે એક પુરાતત્વીય પ્રાયોગિક સંગ્રહાલય વિકસાવી રહ્યા છે. આ સંગ્રહાલય ભારતમાં વિકસિત આ પ્રકારનું પ્રથમ સંગ્રહાલય હશે. જેમાં ખોદકામ સ્થળ પર એક પ્રાયોગિક માર્ગ હશે. સંગ્રહાલય 4 માળ (G+3) માં ફેલાયેલું છે અને તેનો કુલ બિલ્ટ-અપ વિસ્તાર 12,500 ચો.મી. છે.

સંગ્રહાલય બે અલગ અલગ ઘટકમાં વિભાજિત
સંગ્રહાલયનું નિર્માણ: એક પુરાતત્વીય અનુભવ સંગ્રહાલય જેમાં વડનગરના ભૂતકાળના ઈતિહાસને ફરીથી બનાવવા અને પ્રાચીન જ્ઞાનની સંપત્તિ પ્રદર્શિત કરવા માટે પુનઃપ્રાપ્ત પ્રાચીન વસ્તુઓ તેમજ ઑડિઓ-વિઝ્યૂઅલ ગેલેરીઓ પ્રદર્શિત કરવામાં આવ્યું છે.
ખોદકામ સ્થળ પર કાયમી શેડ: ખોદકામ સ્થળ પર એક પ્રાયોગિક વોકવે શેડ જે મુલાકાતીઓને વડનગરના પુરાતત્વીય ખોદકામ કરાયેલા અવશેષો દર્શાવે છે અને સ્થળ પરના નિરીક્ષણો દ્વારા 2500 વર્ષોમાં ફેલાયેલા સાત સાંસ્કૃતિક તબક્કાઓના કાલક્રમિક વિકાસની સમજ આપે છે.

કેન્દ્ર સરકારનો સંગ્રહાલય નિર્માણ કરવાનો હેતુ
વડનગરમાં ખોદકામ દરમિયાન મળેલા પુરાતત્વીય પુરાવાઓ દ્વારા વડનગરના બહુસ્તરીય સાંસ્કૃતિક ઈતિહાસને રજૂ કરવાનો છે. તેમજ અનેક સાંસ્કૃતિક સમયગાળા દરમિયાન સાંસ્કૃતિક પ્રથાઓ અને નિર્માણ પર્યાવરણના સંદર્ભમાં વડનગરના સતત ઉત્ક્રાંતિ વિશે માહિતી આપવા છે. મુલાકાતીઓના અભ્યાસ અને શિક્ષણ માટે સાંસ્કૃતિક મહત્વના ખોદકામ કરાયેલા પુરાતત્વીય પુરાવા પ્રદર્શિત કરવાનો છે. અને છેલ્લે સમયના સંદર્ભમાં વિવિધ ક્ષેત્રોમાં વડનગરના ઉત્ક્રાંતિનું પ્રદર્શન અને પ્રદર્શન કરવા, સુસંગત, સ્પષ્ટ અને સમજી શકાય તેવા હેતુસર નિર્માણ કરવામાં આવ્યું છે.
આ સંગ્રહાલય વડનગરમાં મળેલી પુરાતત્વીય શોધોના આધારે 2500 વર્ષથી વધુ સમયના ઐતિહાસિક મહત્વ અને જીવંત વારસાને પ્રદર્શિત કરવામાં આવ્યો છે. 5000 થી વધુ ખોદકામ કરાયેલી કલાકૃતિઓના પ્રદર્શન દ્વારા સંગ્રહાલય નવ (9) થીમ આધારિત ગેલેરીઓમાં ઘટનાક્રમમાં રજૂ કરાવામાં આવ્યા છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.