ગાંધીનગરમાં ટ્રાય સિટી પ્રોપર્ટી શોનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કર્યું ઉદ્દઘાટન, જાન્યુ. 11, 12 સુધી ચાલશે.

પાટનગર ગાંધીનગરના પોશ વિસ્તાર પીડીપીયુ રોડ પર આવેલા મેટ્રો રેલ સર્કલની નજીક યોજાયેલા ક્રેડાઈ ગાંધીનગરનો ટ્રાય સિટી પ્રોપર્ટી શોનું ઉદ્દઘાટન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કર્યું હતું. તે દરમિયાન કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ, ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સહિત ક્રેડાઈ ગાંધીનગરના તમામ હોદ્દોદારો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પ્રોપર્ટી શોના કેટલાક સ્ટોલની મુલાકાત લઈને તેનું નિરીક્ષણ કરીને, રિયલ એસ્ટેટ ડેવલપર્સ અને મુલાકાતીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

આ પ્રસંગે, કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલે, ક્રેડાઈ ગાંધીનગરના તમામ ડેવલપર્સને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, એર્ફોડેબલ હાઉસિંગ નિર્માણ કરવા પર ભાર મૂક્યો હતો. તેમજ તેઓએ પોતાના માદરે વતનમાં જરુરિયાતમંદોને સહાય કરવાની અપીલ કરી હતી. આ રીતે રિયલ એસ્ટેટ ડેવલપર્સને સામાજિક અને સેવાકીય કામો કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરમાં ક્રેડાઈ ગાંધીનગર દ્વારા યોજાયેલા ત્રિદિવસીય પ્રોપર્ટી શોમાં 40-50 રિયલ એસ્ટેટ ડેવલપર્સના 200થી વધારે વિવિધ પ્રોજેક્ટસ્ ડિસ્પ્લે કરવામાં આવ્યા છે. જેમાં રેસિડેન્શિયલ, કોમર્શિયલ, પ્લોટિંગનો સમાવેશ થાય છે. ટ્રાઈ સિટી પ્રોપર્ટી શોમાં 25 હજારથી વધારે ફૂટફોલ રહેવાની સંભાવના છે. કારણ કે, ગાંધીનગરમાં યોજાનાર ટ્રાઈ સિટી પ્રોપર્ટીમાં અમદાવાદ, ગાંધીનગર અને ગિફ્ટ સિટી આ ત્રણેય સિટીનો સંગમ થાય છે. પરિણામે, મોટીસંખ્યામાં મકાન ખરીદનાર અને વિઝિટર્સની ભીડ રહેશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.