GovernmentHousingNEWS

આજે NAREDCO પ્રોપર્ટી શોના બીજા દિવસ, સ્ટેમ્પ ડ્યુટીનો લાભ લો. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને NAREDCO ઈન્ડિયાના ચેરમેન હિરાનંદાની હાજર રહેશે.

ગુજરાત નારેડકો દ્વારા અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલથી ઓગણજ ટોલ પ્લાઝા તરફ એસ.પી.રીંગ રોડની નજીક ત્રિદિવસીય પ્રોપર્ટી શોનું આયોજન કરવામાં આવ્યું છે. જે તારીખ 20, 21 અને 22 ડીસેમ્બર-2025 સુધી ચાલશે. ત્રણ દિવસ ચાલનાર ગુજરાતનો સૌથી મોટો પ્રોપર્ટી શોમાં કુલ 60 બિલ્ડર્સે પોતાની 400 પ્રોપર્ટી ડિસપ્લે કરી છે. પ્રોપર્ટી શોના પ્રથમ દિવસે, અંદાજે 10,000 જેટલો ફૂટફોલ રહ્યો હતો.

આજે બીજા દિવસે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નારેડકો ઈન્ડિયાના ચેરમેન અને હિરાનંદાની ગ્રુપના ચેરમેન હીરાનંદાની ઉપસ્થિત રહેશે. આજે પણ અંદાજે 15 હજાર જેટલો ફૂટફોલ રહેવાની સંભાવના છે. આ સાથે કુલ ત્રણેય દિવસમાં 40,000 લોકો પ્રોપર્ટી શોની મુલાકાત કરે તેવી સંભાવના રહેલી છે તેવું નારેડકો ગુજરાત પ્રેસિડેન્ટ સુરેશ પટેલે જણાવ્યું હતું.

ગુજરાત નારેડકો પ્રોપર્ટીમાં એર્ફોડેબલ હાઉસથી માંડીને લક્ઝરી સેગમેન્ટ અને હાઈ એન્ડ ફ્લેટ ધરાવતા પ્રોજેક્ટ પ્રોજેક્ટ ઉપલબ્ધ છે. આ સાથે કોમર્શિયલ, રેસિડેન્શિયલ, ઈન્ડસ્ટ્રીયલ અને ઈન્ડસ્ટ્રીયલ તમામ સેગમેન્ટની પ્રોપર્ટી ઉપલબ્ધ છે.  

નોંધનીય છે કે, ગુજરાત નારેડકોના પ્રેસિડેન્ટ અને નારેડકો ઈન્ડિયાના નેશનલ સેક્રેટરી સુરેશ પટેલે પ્રોપર્ટી શોના ઉદ્દઘાટન પ્રસંગે સભા સંબોધતાં દરમિયાન જણાવ્યું હતું કે, નારેડકો પ્રોપર્ટી શોમાં જે ગ્રાહક પ્રોપર્ટી બુક કરાવશે, તો તેના પર લાગતી 4.9 સ્ટેમ્પ ડ્યૂટી ડેવલપર્સ ભોગવશે તેવી જાહેરાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, નારેડકો ગુજરાતનો ત્રિદિવસીય પ્રોપર્ટી શોનું ઉદ્દઘાટન ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને પરમ આદરણીય જ્ઞાનવત્સલ્ય સ્વામીજીના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે, ગુજરાત નારેડકોના હોદ્દેદારો અને અન્ય બિલ્ડર્સ સહિત મોટીસંખ્યામાં ગ્રાહકો ઉપસ્થિત રહ્યા હતા.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close