GovernmentInfrastructureNEWSPROJECTS

વડાપ્રધાન મોદી આવતીકાલે અમદાવાદમાં કરશે સાબરમતી આશ્રમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનો શિલાન્યાસ, ધોલેરામાં કરશે સેમિકન્ડક્ટરની પ્લાન્ટનું ઉદ્દઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે 12 માર્ચના રોજ, અમદાવાદ શહેર સ્થિત આવેલા વૈશ્વિક ઓળખ સમા સાબરમતી આશ્રમના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં માટે અમદાવાદમાં આવી રહ્યા છે. જ્યાં તેઓ 1200 કરોડના ખર્ચે નિર્માણ પામનાર સાબરમતી આશ્રમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનો શિલાન્યાસ સવારે 10થી 11-30 કરશે.

બીજા દિવસે, 13 માર્ચના રોજ રાજસ્થાનના પોખરણમાં વડાપ્રધાન મોદી જશે. જ્યાંથી, ધોલેરા ખાતે ટાટા ગ્રુપના સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્દઘાટન વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કરશે. જેના ભાગરુપે ધોલેરા સરમાં આવેલા એક્ટિવેશન ઝોનમાં યોજાનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ સુચારુ અને સફળ થાય તે માટે તમામ તૈયારીઓ કરવામાં આવી છે.

ગુજરાતના ધોલેરામાં ટાટા ગ્રુપના સેમિકન્ડક્ન્ટર પ્લાન્ટના ઉદ્દઘાટન લઈને ધોલેરા સરમાં મૂડીરોકાણકારો, જમીન ખરીદનારાઓ અને પ્રોપર્ટી રોકાણકારોમાં એક પ્રકારનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને જણાવી રહ્યા છે કે, સેમિકન્ડક્ટર પ્લાન્ટની શરુઆત થવાની સાથે જ ધોલેરામાં મોટા પ્રમાણ રોકાણ થશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close