વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સ્મૃતિવનનું લોકાર્પણ
Launch of Smritivan by Prime Minister Narendra Modi
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસની મુલાકાત છે. ત્યારે ભુજમાં વડાપ્રધાનનો 3 કિલોમીટરનો રોડ શો યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. પરંપરાગત નૃત્યથી પીએમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. સવારે ભુજમાં આરટીઓ સર્કલથી માધાપર સામેના ભુજિયા કિલ્લાના સાંનિધ્યમાં સ્મૃતિવનનું લોકાર્પણ કર્યું હતું.
નરેન્દ્ર મોદીના હસ્તે સ્મૃતિવનનું લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાદી ઉત્સવ અને અટલ બ્રિજનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ ગાંધીનગરના રાયસણ ખાતે માતા હીરાબાને મળ્યા હતા. જે બાદ આજે ભુજ શહેરના આરટીઓ સર્કલથી માધાપર સામેના ભુજિયા કિલ્લાના સાંનિધ્યમાં સ્મૃતિવનનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું હતું.
ગઈકાલે તેઓએ અમદાવાદમાં ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડની નવી ઇમારતનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ સાબરમતી રિવરફ્રન્ટ પર અટલ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું. જે બાદ સાંજે માતા હીરાબાને મળ્યાં હતા. ત્યારે આજે તેઓ કચ્છની મુલાકાતે આવ્યાં છે.
470 એકરમાં ભૂકંપ સ્મૃતિવન આકાર પામ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ હેઠળ ભુજિયા ડુંગરના સાંનિધ્યમાં રૂ. 400 કરોડના ખર્ચે 470 એકરમાં ભૂકંપ સ્મૃતિવન આકાર પામ્યું છે, જે દેશનો પ્રથમ અર્થક્વેક મેમોરિયલ પાર્ક બની રહેશે. 10 વર્ષની લાંબી જહેમત બાદ વિશ્વકક્ષાનું ભૂકંપ સ્મૃતિવન કચ્છીવાસીઓ માટે સંવેદના પૂરી પાડનારું બની રહેશે.
વર્ષ 2001માં આવેલા મહાભૂકંપમાં જીવ ગુમાવનારા 13,805 દિવંગત આત્માઓની સ્મૃતિને કાયમ રાખવા સદગતોની નામાવલિ તાલુકા મુજબ અલગ-અલગ તક્તીરૂપે કંડારી મૂકવામાં આવી છે. એની સાથે અહીં અભ્યાસુ લોકો માટે રીજનલ સાયન્સ સેન્ટર, અર્થક્વેક સિવ્યુલેટર સંકુલ, 35 ચેકડેમ સહિતના પ્રકલ્પોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે સ્થાનિક સાથે પ્રવાસીઓ માટે આકર્ષણરૂપ બની રહેશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.
11 Comments