Civil EngineeringCivil TechnologyConstructionGovernmentGovtInfrastructurePROJECTSUrban Development

વડોદરામાં બુલેટ ટ્રેનના 200માંથી 5 ટેસ્ટિંગ પિલર 20 દિવસમાં બનાવાશે

In Vadodara, 5 out of 200 testing pillars of bullet train will be built in 20 days

શહેરમાં બનનાર બુલેટ ટ્રેનના સ્ટેશનના કામના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા પ્લેટફોર્મ નંબર 7ની જગ્યા પાસે 5 ટેસ્ટીંગ પીલર બનાવવા માટેની કામગીરી શરૂ થઈ છે. બે દિવસમાં પાઇલિંગનું કામ શરૂ થશે. દોઢ મહિના બાદ પાઇલિંગની સ્ટ્રેન્થ ચકાસી સ્ટેશન બનાવવાની કામગીરી શરૂ થશે.

અમદાવાદ-મુંબઈ હાઈ સ્પીડ ટ્રેન માટે વડોદરા રેલવે સ્ટેશન પાસે એલાઈમેન્ટ ચેન્જ થતા સૌથી મોડું ટેન્ડર વડોદરા શહેરના આઠ કિલોમીટરના રુટનું કરવામાં આવ્યું હતું. સી/5 પેકેજ તરીકે ઓળખાતા રૂ. 2500 કરોડના આ કામની શરૂઆત સોઇલ ટેસ્ટિંગ બાદ શરૂ કરવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન માટે પ્રાથમિક તબક્કે નવસારી-વલસાડ વચ્ચે ટ્રેન ચલાવવાનું આયોજન છે. આ સાથે જ તમામ રૂટના સિવિલ પ્રોજેક્ટની કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવી રહી છે. ટ્રેનિંગ માટેના સેમ્યુલેટર માટેનું પણ કામ ઝડપથી ચાલી રહ્યું છે ત્યારે વડોદરા શહેરમાં છાણી અને મકરપુરા સુધીના 8 કિલોમીટરના રૂટ માટે પીલર તૈયાર કરવાની કામગીરી પણ સ્ટેશનની સાથે હાથ ધરવામાં આવશે.

આ માટે ખાનગી કંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા પ્લેટફોર્મ નંબર 7ની સામે આવેલી જગ્યામાં શહેરનુ સૌથી મોટું કોન્ક્રીટ મશીન તૈયાર કરવામાં આવી રહ્યું છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સત્તાધીશો મુજબ, 90 ક્યુબિક મીટર પ્રતિ કલાકની કેપેસિટી વાળું આ મશીન શહેરમાંથી પસાર થનાર તમામ પીલરને કોન્ક્રીટ પૂરું પાડશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સત્તાધિશોએ જણાવ્યું કે, સ્ટેશન માટે ચાર એન્કર પીલરની સાથે પાંચમું પીલર 60 મીટર ઉંડું નખાશે. 20 દિવસમાં તે તૈયાર થયા બાદ દોઢ મહિનો તેની મજબૂતાઈ ચકાસાશે, વડોદરા સ્ટેશનની કામગીરી આગામી 2026 સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે.

10 મિનિટમાં 1 ઘરનો સ્લેબ ભરાય તેટલું કોન્ક્રિટ તૈયાર કરે છે, વડોદરામાં પહેલીવાર લવાયેલું કોન્ક્રિટનું મશીન
બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં શહેરના 8 કિ.મી વિસ્તારમાં જે 200 પિલર લાગવાના છે તેના માટે જે કોન્ક્રીટ મશીન મંગાવવામાં આવ્યું છે તેની ક્ષમતા એક મકાનના સ્લેબનો કોંક્રીટ માત્ર 10 મિનિટમાં બનાવાની છે. જેને પગલે 200 પિલર બનાવવાની કામગીરી પણ બુલેટ ગતિએ થશે તેમ બુલેટ ટ્રેનના સત્તાધિશોનું માનવું છે.

જમીન સંપાદન બાદ આ પ્રથમ કામગીરી
બુલેટ ટ્રેન માટે વડોદરામાં જમીન સંપાદન બાદ પ્લેટફોર્મ નંબર 7થી 6 તરફ ટ્રેનની દિશા બદલવાનું આયોજન હતું. જે પડતું મુકાતા અન્ય જમીનનું સંપાદન બાદ બુલેટ ટ્રેનના ફ્લોર ઉપર આ પહેલી કામગીરી છે.

નોલેજ ફેક્ટર

  • પ્રોજેક્ટનું નામ સી/5
  • રૂટ : 8 કિમી
  • પિલર સંખ્યા 200
  • અંદાજિત કિંમત 2500 કરોડ
  • પિલરની ઊંડાઈ 60 મીટર
  • પહોળાઈ 1.8 મીટર

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.

Show More

Related Articles

4 Comments

  1. Pingback: therapist hoboken
  2. Pingback: superkaya 88 slot
  3. Pingback: cafe music
Back to top button
Close