ConstructionEstate ConsultantsHousingNEWS

ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો- મકાન ખરીદનારાઓને મોટી રાહત, હવે જમીનની કિંમત પર નહીં, માત્ર બાંધકામ ખર્ચ પર GST લાગુ થશે

Gujarat High Court judgment: Big relief to home buyers, GST will be applicable only on construction cost, not on land price.

ગુજરાત હાઇકોર્ટે શુક્રવારે આપેલા એક ચુકાદાથી મકાન ખરીદનારાઓને મોટી રાહત મળી છે. હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે બાંધકામના કુલ ખર્ચ પર વસૂલવામાં આવતા જીએસટીમાં જમીનની કિંમતને ગણતરીમાં લઈ શકાશે નહીં એટલે કે જમીનની કિંમત નહીં માત્ર બાંધકામ ખર્ચ પર જ જીએસટી લાગુ થશે.

આ કેસના અરજદાર મુંજાલ ભટ્ટે જણાવ્યું હતું કે જીએસટીના એક નોટિફિકેશન પ્રમાણે જમીનની કિંમત તથા બાંધકામની કિંમત ભેગી કરીને તેના એક તૃતીયાંશ જેટલી કિંમત બાંધકામની કુલ કિંમત ગણીને તેના પર જીએસટી ગણવામાં આવતો હતો. કાયદાકીય જોગવાઇ પ્રમાણે જીએસટી વિભાગ ક્યારેય જમીનની ખરીદ કિંમત પર જીએસટીની વસુલાત ન કરી શકે. ત્યારે જે કિસ્સામાં જમીનની ખરીદ કિંમત અલગથી દર્શાવતું એમઓયુ હોય અને તેની સાથે બાંધકામની કિંમત અલગ દર્શાવાઇ હોય તો તેવા કિસ્સામાં માત્ર બાંધકામની કિંમત જ ધ્યાને લઇ તેના પર જીએસટી વસુલવામાં આવે તેવો હાઇકોર્ટે ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે.

ઘણા સમયથી બિલ્ડર દ્વારા પ્લોટીંગ સ્કીમ અને જમીન વેચાણ ઉપર જીએસટી લાગું પડે કે નહીં તેને લઇને ગેરસમજ પ્રવર્તી હતી. જીએસટીના ડરથી બિલ્ડરો દ્વારા જમીન ખરીદનાર વ્યક્તિ પાસેથી 12 ટકા અને 5 ટકાના દરે જીએસટી ઉઘરાવીને સરકારમાં જમાં કરાવતા હતા. કેન્દ્ર સરકારે બિલ્ડર પોતાની સ્કીમનું વેચાણ કરે ત્યારે જમીનની કિંમત 33 ટકા ગણી બાકીની રકમ ઉપર એટલે કે 66 ટકા ઉપર જીએસટી લાગે તેવો પરિપત્ર કર્યો હતો. જેને લઇને મંુજાલ ભટ્ટ નામના કરદાતાએ જીએસટીના પરિપત્રને ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો હતો.

કરદાતાએ ગુજરાત હાઇકોર્ટમાં સરકાર દ્વારા જમીનની કિંમત 33 ટકા કેવી રીતે નક્કી કરવામાં આવી તે મુદ્દે કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જેને લઇને હાઇકોર્ટે ચુકાદામાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા 33 ટકા જમીનની કિંમત ગણી જીએસટીમાં મુક્તિ અયોગ્ય છે. કરદાતા પાસે જમીનની કિંમતનો વિકલ્પ રહ્યો છે એટલે કે કોઇ પણ જમીનની કિંમત ટોટલ રકમના 33 ટકા ગણી શકાય નહીં. જ્યા જમીનની કિંમત અલગ દર્શાવવામાં આવી હોય તો માત્ર બાંધકામ ખર્ચ પર જ જીએસટી વસુલી શકાશે.

ભાસ્કર એક્સપ્લેનરઃ ચુકાદો રીતે સમજો
જ્યારે કોઇ વ્યક્તિ એક જમીન રૂ. 85 લાખમાં ખરીદે અને તે પછી તેના પર 15 લાખનો ખર્ચ કરીને બાંધકામ કરે. હવે જો જીએસટી વિભાગ બંને રકમ ભેગી કરે તો રૂ. 1 કરોડ થાય અને તેના એક તૃતીયાંશ એટલે કે 33 લાખ પર જીએસટી વસૂલાત થાય. પરંતુ જો કરદાતા તેના એમઓયુમાં એવું સ્પષ્ટ દર્શાવ્યું હોય કે જમીનની ખરીદી પેટે તેણે રૂ. 85 લાખ ચૂકવ્યા છે અને તેના પરના બાંધકામ પર તેણે રૂ. 15 લાખ ખર્ચ કર્યો છે તો જીએસટી વિભાગ માત્ર 15 લાખ પર જ જીએસટી વસૂલી શકે.

આ સ્પષ્ટતા થતા પ્લોટિંગ સ્કીમ અને જમીન વેચાણ ઉપર કોઇ પ્રકારનો જીએસટી લાગશે નહીં. જો કોઇ કરદાતાએ જીએસટી લાગું પડ્યો હોય ત્યારથી જીએસટી ભર્યો હોય તેમને રિફંડ મળી શકશે. આમ આ ચુકાદાના કારણે જ્યા જમીનની કિંમત વધારે હોય અને બાધકામની કિંમત ઓછી હોય તેવા કિસ્સામાં ખરીદનાર વ્યક્તિ ઉપર પડતો બોજો ઓછો થશે. અમદાવાદની આજુબાજુ આશરે 150થી 250 જેટલા પ્લોટીંગની સ્કીમો ચાલી રહી છે. જેમાં આશરે 75 હજાર જેટલા નવા પ્લોટીંગ બની રહ્યાં છે. આમ આ સ્પષ્ટતાથી ખરીદનારને 5થી 8 ટકાનો જીએસટીનો ફાયદો થશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય-ભાસ્કર

Show More

Related Articles

3 Comments

  1. Pingback: check my site
  2. Pingback: sex phim
Back to top button
Close