GovernmentHousingNEWS

રીયલ એસ્ટેટ માર્કેટમાં ફેસ્ટી અસર- પ્રિ-કોવિડ-19 કરતાં સ્ટેમ્પ ડ્યૂટી-રજિસ્ટ્રેશન ફીની આવકમાં વધારો-રાજ્ય સરકાર

Riding on festive fervour, real estate betters pre-Covid numbers in Gujarat

રીયલ એસ્ટેટ માર્કેટમાંથી સ્ટેમ્પ ડ્યૂટી અને નોંધણી ફીમાં 2020ના સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં પ્રિ-કોવિડ-19 કરતાં ફીની આવકમાં વધારો થયો છે તેવું રાજ્ય સરકાર જણાવી રહી છે. તો સામે ક્રેડાઈ ગુજરાત કહી રહ્યું છેકે, આ ફીની આવકનો વધારો એ એક પ્રકારનો ભરાવો છે. પરંતુ, વાસ્તવિક આખા વર્ષ દરમિયાનમાં જોઈએ તો, 2019 કરતાં 2020માં ફીની આવકમાં ઘટાડો થશે.જેથી, રાજ્ય સરકાર, સ્ટેમ્પ ડ્યૂટીમાં 50ટકાનો ઘટાડો કરીને, ફીની આવકમાં વધારો કરે અને રીયલ એસ્ટેટ માર્કેટને વેગ આપે.

ગુજરાતમાં રીયલ એસ્ટેટ માર્કેટ પ્રિ-કોવિડ-19 કરતાં પણ હાલ રીયલ એસ્ટેટ માર્કેટ બાઉન્સ બેક પર ચાલી રહ્યું છે. રાજ્ય સરકારને 2020ના સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં મળેલી સ્ટેમ્પ ડ્યૂટી અને રજિસ્ટ્રેશન ફી, ગત વર્ષની તુલનામાં કરતાં વધારે પ્રાપ્ત થઈ છે. જોકે, કોવિડના શરુઆતના ચાર મહિનામાં ફીની આવકમાં ગત વર્ષની સરખામણીમાં ઘટાડો હતો.

રાજ્ય સરકારને આ વર્ષના સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં સ્ટેમ્પ ડ્યૂટી અને નોંધણી ફી પેટે 1271 કરોડની આવક થઈ છે. જ્યારે 2019ના સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં 1187 કરોડની આવક થઈ હતી. ખાસ કરીને, દિવાળીના તહેવારો પહેલા અને નવરાત્રી મહિના દરમિયાન ફીની આવકમાં વધારો થયો છે. સરકારી સૂત્રો જણાવે છેકે, દિવાળી પછી પણ આ પ્રકારની સ્થિતિ ચાલુ રહેશે તેવી સંભાવના છે.જોકે, 2020 માટે જે કુલ કલેક્શન થશે, તે ગત વર્ષના કુલ કલેક્શન કરતાં ઓછું રહેશે પરંતુ,મોટી ગેપ નહીં રહે.

તો, આ મુદ્દે ક્રેડાઈ ગુજરાતના પ્રેસિડેન્ટ આશિષ પટેલે જણાવ્યું હતું કે, કોવિડ-19ને કારણે, રીયલ એસ્ટેટ માર્કેટમાં ફ્રેબુઆરીથી જુલાઈ સુધી વેચાણનો ભરાવો થઈ ગયો હતો.જે હવે એકીસાથે માર્કેટ પર જોવા મળી રહ્યો છે. જેથી, રાજ્ય સરકારને સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં એકીસાથે સ્ટેમ્પ ડ્યૂટી અને નોંધણી ફીમાં હાલ પુરતો વધારો થયો છે. જોકે, આખા વર્ષ દરમિયાનની ગણતરી કરીએ તો, 2019ની તુલનામાં 2020માં ઘટાડો નોંધાયો છે. જેથી, અમારી માંગણી છેકે, ગુજરાત સરકાર માર્ચ 2021 સુધી સ્ટેમ્પ ડ્યૂટીમાં 50ટકાનો ઘટાડો કરે, તો રીયલ એસ્ટેટ માર્કેટને વેગ મળે અને ઘરનું ઘર ખરીદનાર ગ્રાહકોને પણ ફાયદો થાય. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સરકાર માત્ર બાંધકામ પર જ સ્ટેમ્પ ડ્યૂટીમાં ઘટાડો કરે તો પણ માર્કેટને વેગ મળી શકે છે. સાથે સાથે, રાજ્ય સરકારે બજેટમાં સ્ટેમ્પ ડ્યૂટી અને નોંધણી ફીની આવક 8700 કરોડનો અંદાજ નક્કી કર્યો છે તે સફળ થાય.જોકે, તેના કરતાં પણ વધારે આવક થાય તેવી સંભાવના છે. હાલ તો,ઉલટાનું રાજ્ય સરકારને ફીની આવકમાં 30 ટકાનો ઘટાડો થઈ શકે છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close