NEWS

NHAIs new ‘Rajmargyatra App’ નેશનલ હાઈ વે પર આપને કરશે મદદ   

NHAIs new Rajmargyatra App નેશનલ હાઈવે પર કોઈપણ પ્રકારની મદદ જરુર હોય તો, તમે નેશનલ હાઈવે ઓથોરિટીની નવી એપ. રાજમાર્ગ યાત્રાને ડાઉનલોડ કરીને તેને પૂછો તો, તમને રાજમાર્ગ માર્ગ અંગેની તમામ સેવાઓ આપશે. જેમ કે, પેટ્રોલ પંપ, હોસ્પિટલ, હોટલ, સમય સારણી, ટોલ પ્લાઝા, મૌસમની સ્થિતિ,અકસ્માતમાં બચાવ નંબર અને કેટલીક અન્ય જરુરિયાત સેવાઓની માહિતી આ એપ દ્વારા આપણને પ્રદાન થશે.  

આ એપને વપરાશકર્તા આસાનાથી ઉપયોગ કરી શકે, તે માટે ગુગલ પ્લે સ્ટોર અને આઈઓએસ એપ સ્ટોર પર ઉપલબ્ધ છે. આ એપમાં ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગો પરની વ્યાપક જાણકારી સાથે એક ફરિયાદ નિવારણ પ્રણાલી પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. જેનાથી આપ હાઈવે અંગેની ફરિયાદ પણ કરી શકો છો. હાલ આ એપ અંગ્રેજી અને હિન્દીમાં ઉપલબ્ધ છે.

આ એપના વપરાશકર્તાઓ નેશનલ હાઈવે અંગેની ફરિયાદ, ફાયદા કે ખામીઓ વગેરે જેવી તમામ પ્રકારની ફરિયાદો વિડીયો અથવા ફોટો દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા સુધી પહોંચાડી શકો છો. આપની ફરિયાદ ઉચ્ચ અધિકારીઓ સુધી પહોચશે અને ફરિયાદી પોતાની ફરિયાદની સ્થિતિ ટ્રેક પણ કરી શકશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close