INTERVIEWProfessional Consultants

કોરોનાને કારણે, કમર્શિયલ પ્રોજેક્ટ ડીઝાઈનમાં આવી શકે છે મોટા બદલાવ- ગિરીશ સિંઘાઈ

કોરોનાના કહેર વચ્ચે હાલ સૌ કોઈ પોતાની જાતને ટકાવી રાખવા સતત કોરોના સામે લડી રહ્યા છે. કોરોનાના પ્રથમ અનલોકમાં તમામ લોકો પોતાના વ્યવસાયનું ચક્ર ગતિમાન કરવા કોરોનાના શસ્ત્રો જેવા કે, સેનિટાઈઝર, માસ્ક, ગ્લવઝ અને સોશિયલ ડીસ્ટસ્ટિંગનું પાલન કરીને કામ કરી રહ્યા છે. ત્યારે, રીયલ એસ્ટેટ ઈન્ડસ્ટ્રીઝ સૌથી વધારે રોજગારી આપનાર ઉદ્યોગ છે. આ ઉદ્યોગ માટે મહત્વના ગણાતા ત્રણ પિલ્લર અંગે જાણવા બિલ્ટ ઈન્ડિયા મેગેઝિને, કંસ્ટ્રક્શન ઈન્ડસ્ટ્રીઝ અંગેના નિષ્ણાંત અને સિવિલ એન્જિનીયર ગિરીશ સિંઘાઈ સાથે ટેલિફોનિક ચર્ચા કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, રીયલ એસ્ટેટ ઈન્ડસ્ટ્રીઝમાં ત્રણેય મહત્વના પિલ્લરો જે એક ટ્રાઈપોડ સમા છે.  

વ્યકિતને માત્ર પોતાના તનનો ખાડો પૂરવા, તન માટે છત્ર અને તનને ઢાંકવા વસ્ત્ર જોઈએ છે. આ ત્રણેય વસ્તુ માટે નાનામાં નાનો માણસ કે મોટામાં મોટો ખર્વોપતિ માણસ સતત સંઘર્ષ કરે છે. હાલ સૌ કોઈએ અન્ન, છત્ર અને વસ્ત્ર માટે આજીવિકા રડવી પડે છે એટલે બિઝનેસ. ત્યારે, રીયલ એસ્ટેટ ઈન્ડસ્ટ્રીઝમાં ડ્રાઈપોડ એટલે  પ્રમોટર્સ(ડેવલપર્સ), કૉન્ટ્રાકટર્સ અને પ્રોફેશનલ(આર્કીટેક્ટ, સિવિલ એન્જિનીયર,સ્ટ્રક્ચરલ એન્જીનીયર્સ અને ડીઝાઈનર્સ)આ ત્રણેય પિલ્લર્સ, એક બીજા પર આધારિત છે. એટલે કે,કોઈ એકને અસર થાય એટલે અન્યને પણ ચોક્કસ થશે.

રીયલ એસ્ટેટ અને કંસ્ટ્રક્શન ઈન્ડસ્ટ્રીઝ માટે મહત્વના ગણાતા મજૂરો અંગે આપનો શું મત છે ?

હાલ ગુજરાતમાં ધીમે ધીમે મજૂરો પરત આવી રહ્યા છે. આશરે 20 ટકા મજૂરો અમદાવાદના પ્રોજેક્ટ સાઈટ પર કામ કરી રહ્યા છે. જોકે, હાલ ચોમાસુ ચાલી રહ્યું છે. જેથી,કંસ્ટ્રક્શન ઈન્ડસ્ટ્રીઝમાં કામકાજ અન્ય સિઝન કરતાં ઓછુ થાય છે.

વર્ક ફોર્મ હોમ અંગે શું માનવું છે ?

વર્ક ફોર્મ હોમથી, કોર્પોરેટ અને આઈટી કંપનીઓ કામ કરી છે. જેથી,કમર્શિયલ માર્કેટ પર અસર પડશે. એટલે કે, કમર્શિયલ સેગમેન્ટમાં ઓફિસ કે શો રુમના વેચાણમાં ઘટાડો થશે.જે લોકોને 1000 ચોરસ ફૂટની ઓફિસની જરુરિયાત હતી, તે હવે 500 ચોરસ ફૂટની થઈ ગઈ છે.કમર્શિયલ સેગમેન્ટ પર 30થી 40 ટકા જેટલું નુકસાન થશે. તો સામે રેસિડેન્શિયલ સેગમેન્ટમાં ફાસ્ટ બુસ્ટ અપ જોવા મળશે. કારણ કે, કોરોનાને કારણે ઘરનું મહત્વ સમજાતાં લોકો હવે મોટા મકાનો લેશે તે વાત ચોક્કસ છે.

ઉલ્લેખનીય છેકે, પહેલાં કમર્શિયલ સેગમેન્ટ જેવું કંઈ હતું જ નહી. પરંતુ, સમય બદલતા, આર્થિક વિકાસે હરણફાળ ભરી પરિણામે, ડેવલપરોએ સ્પેશિયલ કમર્શિયલ સેગમેન્ટ નિર્માંણ કરવાનું શરુ કર્યું અને તેમાં કમાણી રેસિડેન્શિયલ કરતાં વધારે થતાં દરેક ડેવલપર્સને કર્મશિયલ સેગેમેન્ટમાં રુપિયા દેખાયા. પરંતુ, કોરાના બાદ, હવે અનેક ડેવલપર્સ સ્પેશિયલ કમર્શિયલ પ્રોજેક્ટ નિર્માંણ કરતાં વિચાર કરશે. અને રેસિડેન્શિયલ કમ કમર્શિયલ પ્રોજેક્ટ નિર્માંણ મોટાપ્રમાણમાં થશે તેવું લાગી રહ્યું છે. હાલ તો, કેટલાક ડેવલપર્સે પોતાના કમર્શિયલ પ્રોજેક્ટને રેસિડેન્સિયલ કમ કમર્શિયલ પ્રોજેક્ટ રુપાંતર કરવાનું શરુ કરી દીધું છે.

કંસ્ટ્રક્શન ઈન્ડસ્ટ્રીઝમાં મહત્વના ગણાતા, આર્કીટેક્ટ, ડીઝાઈનર્સ, સ્ટ્રક્ચરલ એન્જિનીયર્સ અને સિવિલ એન્જિનીયર્સ સ્થિતિ અંગે આપનો શું મત છે ?

રીયલ એસ્ટેટ અને કંસ્ટ્રકંશન ઈન્ડસ્ટ્રીઝ મુખ્ય ત્રણ પાયા ટકી રહી છે. જેમાં પ્રથમ ડેવલપર્સ કે પ્રમોટર, બીજો કૉન્ટ્રાક્ટર્સ અને ત્રીજો પાયો પ્રોફેશનલ. હાલ તો, કૉન્ટ્રાક્ટર્સ ખૂબ જ હેરાન છે કારણ કે, મજૂરો મળતાં, જેથી, આવનારા દિવસોમાં કૉન્ટ્રાક્ટર્સમાં મજૂરો માટે ખેંસતાણ પણ થઈ શકે છે.

પહેલાં દરેક આર્ટીટેક્ટ, ઈન્ટેરીરીયર જેવા પ્રોફેશનલ પોતાની શાનદાર ઓફિસમાં બેસીને મોટા સ્ટાફ સાથે કામ કરતાં હતા. પણ હવે, તેમાં કાપ મુકશે અને વહીવટી ખર્ચ પર પણ કાપ મુકશે. તેમજ દરેક પ્રોફેશનલ વ્યકિત ઓનલાઈન અને ડીઝીટલ વર્ક પર વધારે ધ્યાન કેન્દ્રીય કરશે.

ત્રીજા બિલ્ડર્સ કે પ્રમોટર છે. આ તમામ પ્રમોટરે હાલ રાહ જોવી પડશે. મહિના એક કરોડ રુપિયા આવતા હતા, હવે તેમાં ઘટાડો થઈને, 10થી 12 લાખ જ આવશે. આ સાથે તેમા પણ પબ્લિકના મૂડ પર આધાર છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

7,701 Comments