DevelopersINTERVIEW

અમદાવાદનો ફાસ્ટટેડ ગ્રોઈંગ શીલજ વિસ્તાર રેસિડેન્શિયલ માટે બેસ્ટ ડેસ્ટિનેશન- એ. શ્રીધર ગ્રુપ

અમદાવાદના ફાસ્ટટેડ ગ્રોઈંગ અને એસ.પી. રીંગ રોડ પર આવેલો શીલજ વિસ્તારમાં હાલનું રીયલ એસ્ટેટ માર્કેટ કેવું ચાલી રહ્યું છે. તેમજ કોરોના બાદ, સ્થિતિ કેવી છે. આ ઉપરાંત, શીલજના વિકાસ અંગે જાણવા બિલ્ટ ઈન્ડિયા મેગેઝિને, શીલજ એરિયાના વિકાસના પાયા સમાન અને પ્રથમ એવા એ. શ્રીધર ગ્રુપના મેનેજિંગ ડીરેક્ટર સર્વિલ શ્રીધર સાથે મુલાકાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, હાલ શીલજમાં ઈન્કવાયરી સારી મળી રહી છે. અને ગ્રાહકો ખુલીને મકાનોની ખરીદી માટે બહાર આવી રહ્યા છે. જેના લીધે, હાલ રીયલ એસ્ટેટ માર્કેટમાં કોરોનામાં પણ લેવાલી જોવા મળી રહી છે. જોકે, ડેવલપર્સ અને મકાનવાંચ્છુઓ સરકારશ્રીના કોરોનાના તમામ નિયમોનું ચૂસ્તપણે પાલન કરીને ઘરનું ઘર ખરીદવા બહાર નીકળે છે.

કોરોના બાદનું અને આવનારા દિવસોના માર્કેટ અંગે આપનો શું મત છે ?
સર્વિલ શ્રીધરે જણાવ્યું છે કે, કોરોના વાયરસ મહામારીના 22 માર્ચથી શરુ થયેલા પ્રથમ લોકડાઉનમાં અમે સરકારશ્રીના તમામ નિયમોનું પાલન કરીને, કોઈ જ કામ કર્યું નથી. પરંતુ, બીજા લોકડાઉનમાં અમારી કંપનીની ટીમે ડીઝિટલ માર્કેટિંગ જોરશોરમાં કર્યું હતું, જેમાં અમને 1200 જેટલી ઈન્કવાયરીઓ મળી હતી. તે બાદ, એ. શ્રીધર ગ્રુપે લોકડાઉન દરમિયાન, ગ્રાહકો માટે એક જાહેરાત કરી કે, જે ગ્રાહકો નાણાંકીય વર્ષ-2019-2020 સુધીમાં બુકિંગ કરાવશે, તેમને તેમના મકાનની કુલ કિંમતના 20 ટકા જ પેમેન્ટ કરીને, બુકિંગ કરાવી શકો તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. બાદમાં અમને જૂન મહિનાના પ્રથમ અનલોકડાઉન પાર્ટ-1માં અમને 160 જેટલી ઈન્કવાયરીઓ મળી અને તેમાંથી, 22 બુકિંગ મળ્યા. આ રીતે અમે ચોક્કસપણે કહી શકીએ કે, કોરાનાને કારણે સર્જાયેલી સ્થિતિ એ કોઈ આર્થિક મંદી નથી. જેથી, તેની માર્કેટ પર કોઈ અસર નહીં પડે.

જુલાઈ મહિનાની વાત કરીએ તો, 1 થી 10 જુલાઈ દરમિયાન અમને 15 ઈન્કવાયરીઓ મળી જેમાંથી, 10 બુકિંગ થયા. સર્વિસ શ્રીધર જણાવી રહ્યા છેકે, અમારી કંપની 2019માં જૂન અને જુલાઈ મહિનામાં અનુક્રમે 28 અને 32 બુકિંગ લીધા હતા. અને 2020ના જૂન અને જુલાઈમાં અનુક્રમે અમને 22 અને 10 બુકિંગ મળ્યાં છે. આ પરથી સાબિત થાય છેકે, કોરાના જેવી ભયંકર મહામારીમાં ગત વર્ષની તુલનામાં 70 ટકા બુકિંગ મળ્યું છે.આ તમામ બુકિંગનું એક અન્ય કારણ પણ છેકે, અમારી પાસે રેસિડેન્શિયલ સેગમેન્ટમાં વિવિધ સાઈઝના ફ્લેટ મળે છે. એટલે કે,અર્ફોડેબલથી માંડીને અન્ટ્રા લક્ઝુયરીયસ ફ્લેટ મળે છે. દા.ત. 1 બીએચકે, 2 બીએચકે, 2.5 બીએચકે, 3 અને 4 બીએચકે અને 5 બીએચકે પણ ઉપલબ્ધ છે.

કમર્શિયલ સેગમેન્ટ અંગે આપનો શું મત છે ?
કમર્શિયલ સેગમેન્ટમાં કોરોના પહેલાં માર્કેટ તેજીમાં ચાલી રહ્યું હતું. પરંતુ, કોરાના દરમિયાન માર્કેટ હાલ ધીમું ચાલી રહ્યું છે. પરંતુ, તે દિવાળી અથવા તો આવતા વર્ષ સુધીમાં ઓનટ્રેક થઈ જશે. જોકે, હાલમાં રોકાણકારો ગેરન્ટેડ રીટનર્સ માંગી રહ્યા છે. જે હાલ શક્ય નથી. જેથી, કમર્શિયલ સેગમેન્ટ થોડું ધીમું ચાલી રહ્યું છે. જોકે, જૂન મહિનામાં 5 ઓફિસોનું બુકિંગ કર્યું હતું. એ શ્રીધર ગ્રુપે, કમર્શિયલ સેગમેન્ટમાં સ્ટાર્ટ અપ ઈન્ડિયાના અભિયાનને ધ્યાનમાં રાખીને, સ્ટાર્ટ અપ કમર્શિયલ ઓફિસ સ્ટાર્ટ કરી છે. જેમાં 600 ચોરસ મીટરનો સમાવેશ થાય છે. આ તમામ ઓફિસો અમે નવા અને યુવા વ્યવસાયકારોને ધ્યાન રાખીને નિર્માંણ કરવા જઈ રહ્યા છીએ તેવું શ્રીધરે જણાવ્યું છે.

આપ શીલજમાં છેલ્લા પાંચ વર્ષથી કામ કરી રહ્યા છો, તો આપના મતે શીલજ કેવી રીતે ફાસ્ટટેડ ગ્રોઈંગ એરિયા બન્યો ?
સૌ પ્રથમ તો, શીલજ એરિયા સરદાર પટેલ રીંગ પર આવેલો છે. જેના કારણે અહીં સારામાં સારી રોડ કનેક્ટીવીટી મળે છે. એસ. જી. હાઈવેને કનેક્ટ સિન્દુ ભવન રોડ, એસ. પી. રીંગને કનેક્ટ કરે છે. જેથી, સિન્ધુ ભવન ઓફ રોડનો પહેલો વિસ્તાર છે, જેથી પણ આ વિસ્તારનો વિકાસ વધારે થઈ રહ્યો છે. ઉપરાંત, સરકાર દ્વારા અહીં, કરાયેલા ટાઉન પ્લાનિંગમાં તમામ રોડ પહોળા આપવામાં આવ્યા છે. જેમ કે, 18 મીટર, 24 મીટર, 30 મીટર અને 36 મીટર આવા પહોળા અને સુંદર રોડનું પ્લાનિંગ હોવાને કારણે, અહીં ડેવલપમેન્ટ સારો થયો છે. આ વિસ્તારમાં 20 જેટલી સ્કૂલો આવેલી છે. જેમ કે, તુલીપ, ઝેબર અને ડીપીએસ જેવી અનેક સ્કૂલો શીલજથી માત્ર 1 કે 2 કિલોમીટરના અંતરે આવેલી છે. લોકલ ટ્રાન્સપોર્ટેશનની વાત કરીએ તો, એમટીએસ અને બીઆરટીએસ બસ સેવા માત્ર પાંચ મિનિટના અંતરે આપ મેળવી શકો છો. શોપિંગ મોલ પણ અહીં નજીક આવેલાં છે. આવા તમામ કારણોસર આ વિસ્તારનો ઝડપી વિકાસ થયો છે. જોકે,આ વિસ્તારનો વિકાસ હવે આવનારા પાંચ વર્ષ માટે છે. તે પછી અન્ય વિસ્તારો ડેવલપ થશે

આ વિસ્તાર માટે આપ સરકારશ્રી પાસે શું અપેક્ષા રાખી રહ્યા છો ?
શીલજ વિસ્તાર હાલ રેસિડેન્શિયલ સેગમેન્ટ માટે ઉત્તમ છે. તેને કારણે અહીં, કેનાલની આસપાસના તમામ રેસિડેન્શિયલ કમ કમર્શિયલ પ્રોજેક્ટ શરુ થઈ રહ્યા છે. જેથી, કોર્પોરેશન તરફથી જો, જલદીથી ગટર, વીજળી(સ્ટ્રીટ લાઈટ) અને માળખાકીય સુવિદ્યા સત્વરે આપવામાં આવે તો, હજુ આ વિસ્તાર વધુ આકર્ષક બને.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close