ArchitectsCivil TechnologyConstructionGovernmentGovtInfrastructureNEWSPROJECTSUrban Development

2026 સુધીમાં સુરત-બીલીમોરા બુલેટ ટ્રેન દોડશે- કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ

Surat-Bilimora bullet train to run by 2026: Union Railway Minister Ashwini Vaishnav

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોષે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી અંગે મુલાકાત કરી હતી. અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત જે કામ થઇ રહ્યું છે તેની તમામ ઝીણવટભરી માહિતી મેળવી હતી. આ સાથે કન્સ્ટ્રકશન સાઈટ ઉપર કેવી રીતે કામ ચાલી રહ્યું છે તે પણ પોતે નિહાળવા માટે ગયા હતા. અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, 2026 સુધીમાં સુરત-બીલીમોરા બુલેટ ટ્રેન દોડશે, સમગ્ર પ્રોજેક્ટ ઉપર ખૂબ જ ઝડપથી કામ થઇ રહ્યું છે.

22 એકરના સેગમેન્ટલ કાસ્ટિંગ યાર્ડની કાર્યપદ્ધતિથી માહિતગાર કર્યા
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કેન્દ્ર સરકારનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ પૈકીનો એક છે. કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના વક્તાણા ગામે, ભાટિયા ટોલ પ્લાઝા પાસે મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોરના સેગમેન્ટલ કાસ્ટિંગ યાર્ડની મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિ.ના મેનેજિંગ ડિરેક્ટર સતિષ અગ્નિહોત્રીએ કેન્દ્રીય રેલવે મંત્રીને 22 એકર વિસ્તારમાં વિકસાવવામાં આવેલા સેગમેન્ટલ કાસ્ટિંગ યાર્ડની સમગ્રલક્ષી કાર્યપદ્ધતિથી માહિતગાર કર્યા હતા.

150 કિમી ઉપર કામ ખુબ ઝડપથી ચાલી રહ્યું છે
કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે આંત્રોલી ખાતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની જે કામગીરી થઇ રહી છે તેની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રીનું વિઝન સાકાર થઈ રહ્યું છે. 2026 સુધી સુરતથી બીલીમોરા સુધી પહેલી બુલેટ ટ્રેન શરૂ થઈ જાય તેવી આશા છે. અમદાવાદ-મુંબઈ રૂટ પર 61 કિલોમીટર ઉપર પીલર મુકાય ગયા છે તેમજ 150 કિમી ઉપર કામ ખુબ ઝડપથી ચાલી રહ્યું છે.

રેલવેમંત્રીએ ઉપસ્થિત શ્રમિકોનો ઉત્સાહ વધાર્યો
શ્રમિકોને સંબોધતા તેમણે જણાવ્યું કે, દેશના કોઈ પણ ખૂણે કામ કરતાં શ્રમિકો ‘વન નેશન, વન રેશન’ યોજના હેઠળ કામના સ્થળે અનાજ મેળવી શકે છે. વડાપ્રધાનના નેતૃત્વમાં સેવા અને સર્વના વિકાસની ભાવના સાથે કેન્દ્ર સરકાર કાર્યરત છે એમ જણાવી હાઈસ્પીડ રેલવેની કામગીરીને નિયત સમયમાં આપણે સૌ સાથે મળીને પૂર્ણ કરીશું એમ ઉમેર્યું હતું.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.

Show More

Related Articles

Back to top button
Close