ConstructionGovernmentHousingInfrastructureNEWSPROJECTS

અમદાવાદમાં ગ્રીન નેટ વિના ચાલતી 11 બાંધકામ સાઇટ્સ સીલ

અમદાવાદ: Built India Media: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના નોર્થ-વેસ્ટ ઝોનના એસ્ટેટ વિભાગે ગ્રીન નેટ લગાવ્યા વિના બાંધકામની કામગીરી ચાલતી હોવાને કારણે શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી 11 બાંધકામ સાઇટ્સ સીલ કરી છે. તેમાં ચાંદલોડિયાની કાલીરામ હોસ્ટેલ અને એકલવ્ય સ્કૂલ, ગોતાની ધ સિગ્નેચર, અક્ષર એવિરા, નિત્યમ ગ્લોરી અને સૌંદર્ય અલિના સહિત થલતેજ અને બોડકદેવની સાઇટ્સનો સમાવેશ થાય છે.

AMCના ટાઉન ડેવલપમેન્ટ વિભાગના 2023ના પરિપત્ર મુજબ, પ્રદૂષણ ઘટાડવા માટે બાંધકામ સાઇટ્સ પર ગ્રીન નેટ લગાવવું ફરજિયાત છે. આ નિયમનું પાલન ન થતાં AMCએ કાર્યવાહી હાથ ધરી હતી.આ ઉપરાંત, ચાંદલોડિયાના ચામુંડાનગર વિસ્તારમાં પરવાનગી વિના ચાલતા ગેસ ગોડાઉનને સીલ કરવામાં આવ્યું હતું. બોડકદેવ વોર્ડના ભરવાડ વાસમાં 12 મીટર પહોળા રસ્તાની માર્જિન જગ્યામાં થયેલું ગેરકાયદે શેડ બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું.

ગોતા વોર્ડમાં આવેલી અતિથિ ગોકુલ પ્રોજેક્ટની સાઇટ પર ગ્રીન નેટ ન હોવા ઉપરાંત રસ્તા પર અતિક્રમણ પણ જોવા મળ્યું હતું. ફૂટપાથને નુકસાન પહોંચાડવા બદલ પ્રોજેક્ટને રૂ. 25,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો.

ટીમ બિલ્ટ ઈન્ડિયા | સૌજન્ય: ટાઈમ્સ ઓફ ઈન્ડિયા

Show More

Related Articles

Back to top button
Close