નવું ઘર ખરીદવાનો પ્લાન હોય તો ઉતાવળ રાખજો, ફરી ભાવ વધશે
If you are planning to buy a new house, hurry up, the price will go up again
કોમોડિટીમાં તેજી જારી છે જેના કારણે બાંધકામનો ખર્ચ (Construction Cost) વધી ગયો છે. આ વધારાનો ખર્ચ ગ્રાહકોના માથે નાખવામાં આવશે. ઉંચો ફુગાવો અને કોમોડિટીના ઉંચા ભાવ રિયલ્ટી ઉદ્યોગને નડી રહ્યા છે. ભાવવધારાના કારણે આ સેક્ટરની રિકવરીને પણ અસર થવાની શક્યતા છે. એક અંદાજ પ્રમાણે પ્રોપર્ટીમાં 8થી 10 ટકાનો ભાવવધારો આવી શકે છે
પ્રોપર્ટીની વેલ્યૂ (Property Value)માં બાંધકામનો ખર્ચ લગભગ 20થી 30 ટકા જેટલો હોય છે.
સિમેન્ટ, સ્ટીલ, ઇલેક્ટ્રિકલ સાધનો, ઇંટો સહિત તમામ જરૂરી ચીજોના ભાવ વધી ગયા છે.
કોસ્ટ વધી જવાના લીધે રેસિડેન્શિયલ તથા કોમર્શિયલ પ્રોજેક્ટમાં વિલંબ પણ થઈ રહ્યો છે.
મકાનોના ભાવ (Realty price)માં ફરીથી એક વધારો આવે તેવી શક્યતા છે. યુક્રેન યુદ્ધના કારણે ઓઈલ, ગેસ અને તમામ કોમોડિટીના ભાવ વધ્યા હતા અને તે સમયે બિલ્ડરોએ ભાવ વધારાની જાહેરાત કરી હતી. ત્યાર પછી પણ કોમોડિટીમાં તેજી જારી છે જેના કારણે બાંધકામનો ખર્ચ (Construction Cost) વધી ગયો છે. આ વધારાનો ખર્ચ ગ્રાહકોના માથે નાખવામાં આવશે. ઉંચો ફુગાવો અને કોમોડિટીના ઉંચા ભાવ રિયલ્ટી ઉદ્યોગને નડી રહ્યા છે. ભાવવધારાના કારણે આ સેક્ટરની રિકવરીને પણ અસર થવાની શક્યતા છે.
તાજેતરમાં સિમેન્ટ, સ્ટીલ, ઇલેક્ટ્રિકલ સાધનો, ઇંટો અને બીજી તમામ જરૂરી ચીજોના ભાવ વધી ગયા છે. તેના કારણે રેસિડેન્શિયલ તથા કોમર્શિયલ પ્રોજેક્ટમાં વિલંબ પણ થઈ રહ્યો છે
એક સાદી ગણતરી પ્રમાણે પ્રોપર્ટીની વેલ્યૂ (Property Value)માં બાંધકામનો ખર્ચ લગભગ 20થી 30 ટકા જેટલો હોય છે. આ ચીજવસ્તુઓના ભાવમાં 50 ટકા જેટલો વધારો થયો છે. છેલ્લા બે વર્ષમાં બાંધકામને લગતી કેટલીક આઈટમો તો 100 ટકા કરતા પણ વધારે મોંઘી થઈ છે. ઉદાહરણ તરીકે લગભગ બે વર્ષ અગાઉ સ્ટીલનો ભાવ 39 રૂપિયા પ્રતિ કિલો હતો જે હવે વધીને રૂ. 85 પ્રતિ કિલો થયો છે. એટલે કે લોખંડના સળિયાના ભાવમાં 122 ટકાનો વધારો થયો છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધથી સ્થિતિ વધારે મુશ્કેલ બની છે. વિશ્વમાં કોકિંગ કોલસાના કુલ સપ્લાયમાં યુક્રેન અને રશિયાનો 10થી 12 ટકા જેટલો હિસ્સો છે.
હવે સિમેન્ટના ભાવની વાત કરીએ તો સિમેન્ટની 50 કિલોની થેલીનો ભાવ 270થી વધીને હવે રૂ. 360 થયો છે એટલે કે બે વર્ષમાં 33 ટકાનો વધારો થયો છે. ઇલેક્ટ્રિક વાયર, પ્લમ્બિંગ મટિરિયલ, સીપી ફિટિંગ્સ, એલ્યુમિનિયમ, પથ્થરો, ટાઈલ્સના ભાવમાં પણ બે વર્ષમાં 50 ટકા જેટલો વધારો થયો છે.
એકમાત્ર રાહતની વાત એ છે કે RBIએ વ્યાજદર નીચા રાખ્યા છે તેથી નીચા દરે લોન મળી શકે છે. જિયોપોલિટિકલ તણાવનો અંત આવે, ઇંધણના ભાવ ઘટે, તેની સાથે કોમોડિટીના ભાવ પણ નરમ પડે તો મકાન ખરીદનારા લોકોને મોટી રાહત મળશે.
ડેટા પ્રમાણે ફેબ્રુઆરીમાં ડબલ્યુપીઆઈ ફુગાવો 13.11 ટકા વધ્યો હતો જેના માટે ક્રૂડ ઓઈલના ઉંચા ભાવ અને નોન-ફૂડ આઈટમની મોંઘવારી જવાબદાર હતી. કન્સ્ટ્રક્શન મટિરિયલના કોસ્ટમાં 50 ટકા જેટલો વધારો થયો હોવાથી પ્રોપર્ટીના ભાવમાં 10થી 15 ટકા સુધી વધારો આવી શકે છે. બિલ્ડરો કેટલોક નફો ઘટાડવા તૈયાર થાય તો પણ 8થી 10 ટકાનો ભાવવધારો ટાળી શકાય તેમ નથી.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.
10 Comments