CementHousingInfrastructureNEWS

સિમેન્ટના ભાવમાં રુ.પનો વધારો, બાંધકામ વ્યવસાય માટે કપરાં ચઢાણ

price rises of cement and steel

હાલ બિલ્ડિંગ અને કંસ્ટ્રક્શન વ્યવસાય કરવો ખરેખર અગરો બની ગયો છે તેવું ડેવલપર્સ જણાવી રહ્યા છે.  કારણ કે, હાલ જે રીતે બિલ્ડિંગ મટેરીયલનો ભાવવધારો ઝીંકાયો રહ્યો છે. તે જોતાં, બાંધકામ કરવું મુશ્કેલ બની ગયું છે. જેથી, સરકારે કોઈ જ પગલાં લેવા જોઈએ તેવી ડેવલપર્સની માંગ છે.

કાચા માલના ભાવો અને મજુરીમાં થયેલા વધારાને આગળ ધરીને, દેશભરની સિમેન્ટ કંપનીઓ દ્વારા સિમેન્ટની કિંમતમાં બેફામ ભાવવધારોને કારણે, સામાન્ય વ્યકિતને ઘરનું ઘરના સ્વપ્ન પૂર્ણ કરવું અગરુ બની ગયું છે. ગઈકાલે એક જ દિવસે સિમેન્ટ કંપનીઓ દ્વારા બેગ દીઠ રુ. 5 નો વધારો કરાયો છે. જેને લઈને સિમેન્ટની બેગ દીઠ 370 પહોચ્યો છે જ્યારે છૂટક 382ની આસપાસ થયો છે. તેવી રીતે ટીએમટી સ્ટીલ અને ઈંટોનો ભાવ પણ મહત્તમ સપાટી પર પહોચ્યો છે. એક અંદાજ મુજબ, એક હજાર ઈંટોનો ભાવ 7000- 9000 રુપિયાથી વધારે થયો છે.

અમદાવાદ શહેરમાં બાંધકામ ઈન્ડસ્ટ્રીઝને દર મહિને લગભગ 55થી 60 લાખ ટન સિમેન્ટની જરુર પડે છે. દિવાળી પછી સિમેન્ટના ભાવોમાં સતત ઊછાળો આવતો રહ્યો છે જે ચિંતાજનક છે. ચાલુ વર્ષે દેશ સહિત ગુજરાતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટસ્ નું કામ મોટાપાયે ચાલું હોવાથી, સિમેન્ટની માંગમાં 11 થી 13 ટકાનો વધારો નોંધાયો છે.આમ જો સરકાર કાર્ટેલ મેટીરયલ પરની કિંમતો પર અંકુશ નહિં મૂકે તો ખરેખર બાંધકામ ઉદ્યોગ માટે કપરાં ચઢાણ રહેશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close