GovernmentInfrastructureNEWSPROJECTS

ભુજ રેલવે સ્ટેશનનું ₹201 કરોડનું રિડેવલપમેન્ટ અંતિમ તબક્કામાં

ભુજ: Built India Media: વર્ષ 2023માં શરૂ થયેલા ભુજ રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટનું કામ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. આશરે ₹201.02 કરોડના ખર્ચે વિકસાવવામાં આવી રહેલું નવું સ્ટેશન દિવાળી સુધીમાં મુસાફરો માટે શરૂ થવાની શક્યતા છે.

નવા સ્ટેશનનો વિસ્તાર 970 ચોરસ મીટરથી વધારીને 12,780 ચોરસ મીટર કરવામાં આવ્યો છે. મુસાફરોની દૈનિક ક્ષમતા પણ 2,788થી વધારીને 11,000થી 12,000 સુધી કરવામાં આવી છે.

સ્ટેશન પર 13 લિફ્ટ, 8થી 10 એસ્કેલેટર, શોપિંગ પ્લાઝા, કેફે, દુકાનો, વેઇટિંગ એરિયા અને 500થી વધુ વાહનો માટે પાર્કિંગની સુવિધા રહેશે. મુસાફરો માટે Wi-Fi, ATM, CCTV અને આધુનિક પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ પણ ઉપલબ્ધ કરાશે.

પર્યાવરણ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને 500 KW રૂફટોપ સોલાર પ્લાન્ટ, EV ચાર્જિંગ, STP, રેઇનવોટર હાર્વેસ્ટિંગ અને ઓટોમેટિક ફાયરફાઈટિંગ સિસ્ટમ જેવી સુવિધાઓ પણ વિકસાવવામાં આવી છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયાસૌજન્ય- દેશગુજરાત

Show More

Related Articles

Back to top button
Close