GovernmentInfrastructureNEWSPROJECTS

દેશનો સૌથી લાંબો સી બ્રિજ, મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકનું 25 ડિસેમ્બરે ઉદ્દઘાટન થવાની સંભાવના

દેશનો સૌથી લાંબોમાં લાંબો દરિયાઈ બ્રિજ 25 ડિસેમ્બર-2023માં મુંબઈવાસીઓ સહિત દેશની જનતાને 21.8 કિલોમીટર લંબાઈ ધરાવતો મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક દરિયાઈ બ્રિજનું ઉદ્દઘાટન કરવામાં આવશે. જે મુંબઈ અને નવી મુંબઈને જોડશે અને સમગ્ર મુંબઈ એક નવી ઊર્જા સાથે વિકાસની હરણફાળ ભરશે. દેશનો સૌથી લાંબો અને મહત્વ મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક મુંબઈ મહાનગરપાલિકા દ્વારા નિર્માણ કરવામાં આવી રહ્યો છે.

દેશની આર્થિક નગરી અને માયાનગરી મુંબઈમાં નિર્માણાધીન અટલ બિહારી વાજપાઈ મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક મુંબઈના સેવરી અને નવી મુંબઈના ચિરલેને કનેક્ટ કરતો આ દરિયાઈ બ્રિજ 6 લેનમાં નિર્માણ પામ્યો છે. હાલ તેના ઉદ્દઘાટન માટે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ડિસેમ્બર 25 એટલે કે, નાતાલના દિવસે મુંબઈવાસીઓ ખુલ્લો મૂકવામાં આવશે તેવી સંભાવના છે.  

ઉલ્લેખનીય છે કે, આ બ્રિજનું નિર્માણકાર્ય 1990માં નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ, તે સમયે બની શક્યો નહીં. ત્યારબાદ, 2014માં ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2016 માં વિલંબિત અટલ સેતુ બ્રિજનું ખાતમુર્હૂત કર્યુ અને 2018માં તેનું નિર્માણકાર્ય શરુ કરવામાં આવ્યું હતું અને 2023માં તેનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું એટલે કે, પાંચ વર્ષમાં 18000 કરોડની માતબાર રકમનો અને દેશનો મહત્વનો પ્રોજેક્ટને પૂર્ણ કરવામાં આવ્યો છે.

મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક(અટલ બિહારી વાજપાઈ સેતુ) દરિયાઈ બ્રિજની ખાસિયાતો પર એક નજર

  • 17,843 કરોડમાં નિર્માણ પામ્યો મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક(દરિયાઈ બ્રિજ)
  • બ્રિજની કુલ લંબાઈ- 21.8 કિલોમીટર(દેશનો સૌથી લાંબો અને દુનિયામાં 12 ક્રમાંકે)
  • દરિયા પરના બ્રિજની લંબાઈ 18.187 કિલોમીટર
  • બ્રિજની પહોળાઈ 27 મીટર( 6 લેન)
  • કોક્રિંટ અને સ્ટીલ મટેરીયલ
  • બ્રિજના નિર્માણની શરુઆત-2018માં
  • બ્રિજના નિર્માણકાર્ય પૂર્ણ – ડિસેમ્બર-2023માં
  • બ્રિજ નિર્માણકર્તા કંપનીઓ- એલ એન્ડ ટી, ટાટા પ્રોજેક્ટ્સ લિમિટેડ, ડેવૂ, સ્ટારબગ, ઈફકોન ઈન્ડિયા અને જાપાન ઈન્ટરનેશનલ કોર્પોરેશન એજન્સી
  • પ્રોજેક્ટ મોડેલ- એન્જીનીયરીંગ, પ્રોક્યોરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન
  • બ્રિજની ઓનરશીપ- મુંબઈ મેટ્રોપોલિટન રીઝન ડેવલપમેન્ટ ઓથોરીટી

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

One Comment

Back to top button
Close