GovernmentInfrastructureNEWSPROJECTS

અમદાવાદમાં GCAનું યોજાયું દિવાળી સ્નેહ મિલન, ગુજરાતમાં ડિસેમ્બરમાં યોજાશે ઈન્ડિયન રોડ કોંગ્રેસની કૉન્ફરન્સ

ગુજરાત સહિત દેશભરમાં નેશનલ હાઈવે,એક્સપ્રેસ વે, રોડ, બ્રિજ, ફ્લાય ઓવર બ્રિજ, રેલ્વે ઓવર બ્રિજ, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ નિર્માણકર્તાઓની સંસ્થા ગુજરાત કૉન્ટ્રાક્ટર્સ  એસોસિએશન(GCA)ની દર વર્ષની પરંપરા મુજબ અમદાવાદમાં દિવાળી સ્નેહ મિલનનું આયોજન કરાયું હતું. જેમાં GCAના પ્રેસિડેન્ટ અને દેશની નામાંકિત પટેલ ઈન્ફ્રા.લિમિટેડના CMD અરવિંદ પટેલ, વાઈસ પ્રેસિડેન્ટ કિશોર વિરામગામા, કે.કે. પટેલ, નવીન વસોયા અને સેક્રેટરી કમલેશ શાહ, ટ્રેઝરર કિર્તી ઠક્કર, જોઈન્ટ સેક્રેટરી હિતેશ કલથિયા, પરેશ વસાણી, આશિષ પટેલ, તારક શેલત સહિત કોર કમિટીના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત, દેશની નામાંકિત પીએસપી પ્રોજેક્ટ લિમિટેડના CMD પી.એસ. પટેલ, ડી.આર. અગ્રવાલ લિમિટેડના ચેરમેન દિનેશચંદ્ર અગ્રવાલ સહિત અન્ય કન્સ્ટ્રક્શન કંપનીઓના સીએમડી, એમડી અને ડાયરેક્ટર્સ સહિત બિલ્ડિંગ અને કન્સ્ટ્રક્શન સેક્ટર સાથે જોડાયેલા બિઝનેસમેન મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

મહત્વનું છે કે, GCAનું દિવાળી સ્નેહ મિલન-2023ના યજમાન પદે ગુજરાત સહિત કેન્દ્ર શાસિત પ્રદેશમાં ગર્વમેન્ટ બિલ્ડિંગ સેક્ટરમાં ઉમદા નિર્માણો કરનાર Shanti Procon LLPના CMD અને GCAના જોઈન્ટ સેક્રેટરી મનસુખભાઈ દેવાણી બન્યા હતા. તે બદલ GCA દ્વારા મનસુખ દેવાણીના સમગ્ર પરિવારનું સન્માન કરાયું હતું અને આભાર વ્યક્ત કર્યો હતો.

નોંધનીય છે કે, આ પ્રસંગે GCAના પ્રેસિડેન્ટ અરવિંદ પટેલે ગુજરાતભરના રોડ અને બ્રિજ કોન્ટ્રાક્ટર્સને દિવાળીની શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, આવનારા ડિસેમ્બરમાં ગુજરાતમાં 20વર્ષ બાદ, ઈન્ડિયન રોડ કોંગ્રેસની કૉન્ફરન્સનું આયોજન થઈ રહ્યું છે.તેમાં તમામને આવવા માટે ભાવભીનું આમંત્રણ આપ્યું હતું તે સાથે ઈન્ડિયન રોડ કોંગ્રેસની કૉન્ફરન્સ સફળ બને તે માટે વ્યક્તિગત રીતે સહાયરુપ બનવાની અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બરમાં યોજાનાર ઈન્ડિયન રોડ કોંગ્રેસની કોન્ફરન્સમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય રોડ, હાઈવે અને ટ્રાન્સપોર્ટના મંત્રી નિતીન ગડકરી ઉપસ્થિત રહેશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close