GovernmentHousingNEWSUrban Development

અમદાવાદના નજીક ધોલેરા સરમાં સેમીકન્ડક્ટર પ્લાન્ટ આવવવાની પ્રબળ સંભાવના

Strong possibility of semiconductor plant coming up at Dholera Sar near Ahmedabad.

વેદાંતા ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલે મિડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં સેમી કન્ડક્ટરનો પ્લાન્ટ શરુ કરવા માટે અમારી કંપની છેલ્લા બે વર્ષથી પ્રયાસશીલ હતી, જેના પરિણામે, ગુજરાત સરકારે અમને ગુજરાતના અમદાવાદની આસપાસના વિસ્તારમાં જ સેમી કન્ડકટર પ્લાન્ટ સ્થાપવા માટે જમીન આપી છે. જે માટે વધુની પ્રક્રિયા અમારી કંપનીની ટીમ કરી રહી છે.

વધુમાં અગ્રવાલે જણાવ્યું હતું કે, આ પ્લાન્ટ શરુ થવાને કારણે આવનારા બે વર્ષમાં મોટીસંખ્યામાં નાની અને મધ્યમ કંપનીઓ સહિત મોટીસંખ્યામાં યુવાનોને રોજગાર મળશે.

ઉલ્લેખનીય છે કે, તા. 13 સપ્ટેમ્બરના રોજ મંગળવારે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગુજરાતમાં સેમી કન્ડક્ટર અને ડિસ્પ્લે ફેબ નિર્માણ માટે ફોક્સકોન અને વેદાંતા ગ્રુપ દ્વારા 1 લાખ 57 હજાર કરોડના રોકાણ માટેના એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા.

પ્લાન્ટ માટે 200 એકર સુધીની જમીનની કિંમત પર 75% માફી
ગુજરાત સરકારની સેમિકન્ડક્ટર પોલિસી અનુસાર ફોક્સકોન- વેદાંતા ગ્રૂપને પ્રોજેક્ટ માટે જરૂરી 200 એકર સુધીની જમીનની કિંમત પર 75 ટકા માફી મળશે. જ્યારે તે પછી તેમને જેટલી જમીન જોઈશે તેના પર 50 ટકા જેટલી સહાય આપવામાં આવશે. જે સ્થળે તેમને સૌથી વધુ અનુકુળતા જણાશે ત્યાં પસંદગી ઉતારાશે. ગુજરાતના ડેવલપ થયેલી જમીન આપવા માટે સરકારે તૈયારી બતાવી છે તે જોતાં, હાલ તો એવું લાગી રહ્યું છે કે, અમદાવાદથી 100 કિલોમીટરના અંતરે આવેલા ધોલેરા સરમાં જમીન ફાળવવાની પ્રબળ સંભાવના સેવાઈ રહી છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા

Show More

Related Articles

4 Comments

  1. Pingback: sideline
  2. Pingback: rove carts price
  3. Pingback: live cams
Back to top button
Close