Civil EngineeringCivil TechnologyConstructionGovernmentGovtHousingInfrastructureNEWSPROJECTSUrban Development

ગાંધીનગરમાં 45 કરોડના ખર્ચે નવા અદ્યતન રાજભવન સ્ટાફ ક્વાર્ટર્સ બનાવાશે, ત્રણ માળના ફ્લેટ ટાઈપનાં 120 મકાનો બનશે

New state-of-the-art Raj Bhavan staff quarters, 120 three-storied flat-type houses will be built in Gandhinagar at a cost of Rs 45 crores.

ગાંધીનગરમાં સાડા ચાર દાયકા જૂના એટલે કે અંદાજીત 45 વર્ષ જૂના રાજભવન સ્ટાફ ક્વાર્ટર્સને તોડી નાખીને અદ્યતન સુવિધાઓ વાળા ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળના ફ્લેટ ટાઈપનાં 120 મકાનો બાંધવા માટેનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. જેનાં માટે 45 કરોડનો અંદાજીત ખર્ચ થવાનો છે. આ આવાસો બાંધવા માટે આગામી દિવસોમાં ટેન્ડર પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવનાર છે.

મોટાં ભાગનાં આવાસોનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું
ગાંધીનગરની રચના સમયથી બાંધવામાં આવેલા સરકારી કર્મચારીઓ અધિકારીઓ અને ધારાસભ્યો માટે બાંધવામાં આવેલા આવાસો દાયકા જુના થઈ ગયા હોવાથી તબક્કાવાર આવા મકાનો તોડી પાડીને સરકાર ધ્વારા ફ્લેટ ટાઈપના અદ્યતન આવાસોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ગાંધીનગરના એકથીત્રીસ સેક્ટરમાં બાંધવામાં આવેલા મોટાં ભાગનાં આવાસો નું આયુષ્ય પૂર્ણ થઈ ગયું છે. દાયકાઓ વીતી ગયા હોવાથી તેનું સમારકામ પણ હવે શક્ય નથી.

ક્વાર્ટર્સ સાડા ચાર દાયકા અગાઉ બનાવવામાં આવેલા
માર્ગ મકાન વિભાગની ઈજનેર શાખા દ્વારા આવા મકાનોનો સર્વે કરીને જર્જરીત મકાનોની જગ્યાએ નવા અદ્યતન ફ્લેટ ટાઈપનાં મકાનો બાંધવાનું આયોજન થઈ રહ્યું છે. જે અન્વયે રાજભવન સ્ટાફ ક્વાર્ટર્સ પણ સાડા ચાર દાયકા અગાઉ બનાવવામાં આવ્યા હોવાથી જર્જરીત થઈ ચૂક્યા છે. જેનાં પગલે આ આવાસો તોડી પાડીને 45 કરોડના ખર્ચે અદ્યતન સુવિધાઓ વાળા ફ્લેટ ટાઈપનાં 120 આવાસો બાંધવાનું આયોજન કરવામાં આવ્યું આવ્યું છે.

તંત્ર દ્વારા નવા સુવિધાયુક્ત આવાસો બાંધવાનું આયોજન
ગાંધીનગરના સેકટર -19માં રાજભવન સ્ટાફ કવાર્ટસના મકાનો પણ અંદાજિત 45 વર્ષ જુના છે. જેના લીધે હાલ આ વિવિધ કક્ષાના મકાનો રહેણાંકને લાયક રહ્યા નથી લાંબા સમયથી કવાર્ટસમાં રહેતા પરિવારો માટે પણ અનેકવિધ સમસ્યાઓ ઉદભવતી હતી. તો સ્ટાફ કવાર્ટસ નવા બાંધવા માટે પણ માંગ ઉઠવા પામી હતી. જેને અનુલક્ષીને તંત્ર દ્વારા નવા અને સુવિધાયુક્ત આવાસો બાંધવા આયોજન કરી દેવાયુ છે.

આવાસો બાંધવા 45 કરોડ ખર્ચનો અંદાજ
આ યોજનાને અનુલક્ષીને પ્રથમ તબક્કામાં જુના 112 આવાસો તોડવાનુ કામ હાથ ધરવામાં આવશે. જયારે જુના આવાસોનો નિકાલ કરાયા બાદ અહીં નવા આવાસો બાંધવામાં આવશે. ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળના આ આવાસો બાંધવા માટે અંદાજિત 45 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. અહીં એક બેડરૂમ હોલ કિચન ઉપરાંત અધિકારીઓ માટે પણ અદ્યતન સુવિધાઓ સાથેના મકાનો બાંધવામાં આવશે. જેના માટે આગામી દિવસોમાં ટેન્ડર બહાર પાડીને અહીં ત્રણ માળના આવાસો બાંધવામાં આવશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.

Show More

Related Articles

Back to top button
Close