શિવાલિક ફર્નિચર ફેક્ટરીમાં બનતું ફર્નિચર, આવનારા દિવસોમાં બનશે ગ્લોબલ ફર્નિચર બ્રાન્ડ
ફર્નિચર બનાવવાની કે લાવવાની વાત આવે, ત્યારે તરત જ મોટાભાગના લોકો કહે છે કે, ચાઈનાનું ફર્નિચર લાવો. પરંતુ, હવે ભારત આત્મનિર્ભર બની ગયો છે. અને દેશમાં વિદેશી વસ્તુઓને ટક્કર મારે તેવી પ્રોડક્ટોનું ઉત્પાદન થાય છે. જેથી, આવનારા સમયમાં ભારતમાં ઉત્પાદિત થયેલી ચીજવસ્તુઓ વિદેશમાં નિકાસ થશે તો શંકા નહીં. ત્યારે અહીં વાત કરવી છે દેશના લોકોના ઘરોને, બંગલાઓને અને હોટેલોના રુમોને સુંદર રીતે સુશોભિત કરતા ફર્નિચરની.

ગુજરાત સહિત દેશમાં હાલ અન્ય દેશોની તુલનામાં અંદાજે 80 ફર્નિચર બનાવતી ફેક્ટરીઓ છે. જે પૈકી દેશમાં આંગળીના વેઢે ગણી શકાય તેવી ફર્નિચર બનાવતીઓ કંપનીઓમાં અમદાવાદની શિવાલિક ફર્નિચરની ગણના થાય છે. ત્યારે જાણીએ શિવાલિક ફર્નિચરની ફેક્ટરી ક્યાં છે, અને તે કેવી રીતે ફર્નિચર નિર્માણ કરે છે.

સાણંદના હીરાપુર જીઆઈડીસીમાં આવેલા અમદાવાદના ડેવલપર્સ શિવાલિક ગ્રુપની શિવાલિક ફર્નિચર ફેક્ટરી છે. જ્યાં અત્યંત આધુનિક, લેટેસ્ટ ટેક્નોલોજી, શ્રેષ્ઠ ગુણવત્તા, ગ્લોબલ ડીઝાઈન ધરાવતું વિવિધ ફર્નિચર બને છે. આ સાથે આપની પસંદગીનું ફર્નિચર, જેમ કે રેસિડેન્શિયલ(બંગલો-ફ્લેટ), કોમર્શિયલ (ઓફિસિસ- શોપ્સ્) અને હોસ્પિટાલિટી(હોટેલ) સેક્ટરના તમામ ડીઝાઈન અને કલર કોમ્બિનેશનમાં મળશે.

શિવાલિક ગ્રુપે અંદાજે 10 વીઘા વિશાળ ભૂપટલ પર શિવાલિક ફર્નિચરની ફેક્ટરીની સ્થાપી છે. જેમાં કુશળ મિસ્ત્રીઓ દ્વારા ગ્લોબલ ડીઝાઈન, લેટેસ્ટ ટેક્નલોજી અને મશીનરી દ્વારા ફર્નિચર બનાવવામાં આવે છે. અહીં કસ્ટમાઈઝ ફર્નિચર બનાવવામાં આવે છે. તમારી પસંદગી મુજબનું ફર્નિચર બનાવવામાં આવે છે.

આ ઉપરાંત, ફેક્ટરીમાં અલગ અલગ સેગમેન્ટ મુજબ ફર્નિચર ડિસ્પ્લે ગેલેરી બનાવવામાં આવી છે. જેમાં રેસિડેન્શિયલ, કોમર્શિયલ અને હોટલના રુમમાં કેવા પ્રકારનું ફર્નિચર બનાવવું તેના ડેમો પણ અહીં ઉપલબ્ધ છે. શિવાલિક ફર્નિચરના એમડી તરલ શાહના જણાવ્યાનુસાર, અહીં બનતા તમામ ફર્નિચરની શ્રેષ્ઠ ગુણવત્તા, ક્વોલિટી ટેસ્ટિંગ થાય છે. અને હાલ ગુજરાત સહિત દેશના અન્ય શહેરોમાંથી ફર્નિચરના ઓડર મળી રહ્યા છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.



