GovernmentNEWSPROJECTS

આજે વિધાનસભામાં વર્ષ 2026-27નું બજેટ રજૂ કરાશે, શહેરી, માળખાકીય અને કોમનવેલ્થ પર ભાર મુકાશે.  

ગુજરાત રાજ્યના નાણા મંત્રી કનુભાઈ દેસાઈ, આજે બપોરે 1 વાગે વિધાનસભા ગૃહમાં નાણાંકીય વર્ષ 2026-2027 નું બજેટ રજૂ કરશે. આ વખતનું બજેટ સામાન્ય જનના વિકાસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રોજગારલક્ષી રહેશે તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

આ વખતનું બજેટ અંદાજે, 4 લાખ કરોડથી વધારે જાય તેવી સંભાવના સેવાઈ છે. જો કે, ગયા વર્ષે 3,70 લાખ કરોડનું હતું. આ વખતના બજેટમાં સેમિકન્ડક્ટરની ચિપથી માંડીને, કોમનવેલ્થ ગેમ્સ-2030ના માળખાકીય વિકાસને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવશે.

આ ઉપરાંત, શહેરી વિકાસ અને કનેક્ટવિટી આ બજેટનું મુખ્ય કેન્દ્ર બિન્દુ બની શકે છે. અમદાવાદ, સુરત, રાજકોટ, અને વડોદરા જેવા શહેરોમાં મેટ્રો રેલ, રોડ કનેક્ટવિટી અને માળખાકીય વિકાસ પર ધ્યાન આપવામાં આવશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.  

Show More

Related Articles

Back to top button
Close