GovernmentHousingNEWS

AMC એ બોક્સ ક્રિકેટ, પિકલબોલ સહિત નેટ-કવર્ડ સ્પોર્ટ્સ પ્રવૃતિઓ માટેના નિયમો બનાવ્યા કડક

હવે બોક્સ ક્રિકેટનું મેદાન નિર્માણ કરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઘડાયેલા નિયમોનું ચૂસ્તપણે પાલન કરવું જ પડશે. નોંધનીય છે કે, 25 મે, 2024 ના રોજ રાજકોટના નાના માવા રોડ પર TRP ગેમિંગ ઝોનમાં આગ લાગી હતી, જેમાં બાળકો સહિત 27 લોકોના મોત થયા હતા. ત્યારબાદ ગુજરાત સહિત અમદાવાદના બે મહત્વના રોડ એસ.જી. હાઈવે અને એસ.પી રીંગ રોડ પર આવેલા બોક્સ ક્રિકેટ, પિકલબોલ સહિત નેટ-કવર્ડ સ્પોટર્સ પ્રવૃતિઓ માટે એક ખાસ પોલીસી બનાવી હતી.

8 જુલાઈ-2025ના રોજ, AMCના નગર વિકાસ વિભાગે બોક્સ ક્રિકેટ, પિકલેબોલ અને નેટ-કવર્ડ સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓ સંબંધિત નવા નિયમોની યાદી આપતી ડ્રાફ્ટ પોલિસીની જાહેરાત કરી હતી અને નાગરિકોને નીતિ સામે વાંધો ઉઠાવવા માટે 30 દિવસનો સમય આપ્યો હતો. કેટલાક વાંધા મળ્યા હતા, જેને AMCએ ડ્રાફ્ટ પોલિસીમાં કેટલાક નિયમોમાં આંશિક ફેરફાર કરીને દૂર કર્યા હતા.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રકાશિત થનારા ડ્રાફ્ટ નિયમો હેઠળના નિયમો નીચે મુજબ.

  1. 500 ચોરસ મીટરથી ઓછા પ્લોટ પર બોક્સ ક્રિકેટ માટે કામચલાઉ બાંધકામોને મંજૂરી આપવામાં આવશે નહીં.
  2. 50% પ્લોટ પાર્કિંગ માટે ફાળવવો પડશે. ૧.૮ મીટર સુધી બાંધેલી જાળીવાળા ખુલ્લા પ્લોટ પર રમાતી રમતો સિવાય – નેટ-કવર્ડ બધી પ્રવૃત્તિઓ માટે AMC ની પરવાનગી મેળવવી ફરજિયાત રહેશે.
  3. પોલીસ, ફાયર વિભાગ અને એરપોર્ટ સત્તાવાળાઓ પાસેથી વધારાની મંજૂરીઓ પણ મેળવવી પડશે.
  • પિકલબોલ, મંજૂરીઓ ઓલ ઈન્ડિયા પિકલબોલ એસોસિએશનના નિયમો અનુસાર હશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close