આજે કેન્દ્રીય મંત્રી અમિત શાહની વચ્યૂઅલી, મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં, ગણેશ હાઉસિંગના MD શેખર પટેલ, સંભાળશે CREDAI National President નો હોદ્દો.

આજે બપોરે 3 વાગે, રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરના કન્વેશનલ હોલમાં, ગણેશ હાઉસિંગના MD શેખર પટેલ, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતમાં CREDAI National President નો ચાર્જ સંભાળશે. આ રીતે સમગ્ર ગુજરાતની રિયલ એસ્ટેટ લોબી માટે એક ગૌરવનો પ્રસંગ છે સાથે જ ગુજરાતભરનો પણ ગૌરવ સમો પ્રસંગ છે. આજે મહાત્મ મંદિર ખાતે, ગુજરાત સહિત દેશભરના રિયલ એસ્ટેટ ડેવલપર્સનો જમાવડો થશે તેમની ઉપસ્થિતિમાં શેખર પટેલ ક્રેડાઈ નેશનલ પ્રેસિડેન્ટ તરીકેનો હોદ્દો સંભાળશે.

ક્રેડાઈ ઈન્ડિયાની પરંપરા મુજબ, ક્રેડાઈ ઈન્ડિયાના પ્રેસિડેન્ટ ઈલેક્ટ, ક્રેડાઈ ઈન્ડિયાના પ્રેસિડેન્ટ બને છે અને વર્તમાન ક્રેડાઈ ઈન્ડિયા પ્રેસિડેન્ટ બોમન રુસ્તમ ઈરાની, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં ચેન્જ ઓફ ગાર્ડ આપીને, નવા પ્રેસિડેન્ટની વરણી કરશે. આ સાથે શેખર પટેલ વર્ષ 2025-2027 માટે ક્રેડાઈ ઈન્ડિયાના પ્રેસિડેન્ટ તરીકે રહેશે.

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાનાર ક્રેડાઈ ઈન્ડિયાના પ્રેસિડેન્ટ ચાર્જ ઓફ ગાર્ડના કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, કેબિનેટ ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત, ક્રેડાઈ ઈન્ડિયાના નેશનલ પદાધિકારીઓ, દેશભરમાં 150 થી વધારે રિયલ એસ્ટેટ ડેવલપર્સ અને ગુજરાત ક્રેડાઈના તમામ સભ્યો ઉપસ્થિત રહેશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.