કોઈપણ ઘટાડા અને રાહત વિના જ નવી જંત્રીના દરોના અમલ અંગે હજુય આશાનું કિરણ અક્કબંધ

હાલ અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યના મહાનગરોમાં જંત્રીના ભાવમાં કોઈપણ પ્રકારનો ઘટાડો કે રાહત વગર જ રાજ્ય સરકાર 1 એપ્રિલ-2025ના રોજ જાહેર કરી દેશે તેવા સમાચાર મીડિયા અને સોશિયલ મીડિયામાં ફરી રહ્યા છે. પરંતુ હજુ આ મુદ્દે રાજ્ય સરકારના પ્રવક્તા તરફથી કોઈ જ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી અથવા તો, કોઈ જ પ્રેસ નોટ પણ પ્રકાશિત કરવામાં આવી નથી. જેથી, હાલ રિયલ એસ્ટેટના અને જમીનના કારોબારમાં સંકળાયેલા તમામ વ્યવસાયકારોએ ધીરજ રાખવી જરુરી છે. જો કે, એ વાત સાચી છે કે, તા. 11 માર્ચ-મંગળવારના રોજ મળેલી કેબિનેટ બેઠકમાં જંત્રીના વધારા અંગે ચર્ચા વિચારણા થઈ હતી. પરંતુ, રાજ્ય સરકાર તરફથી કોઈ જ જાહેરાત આવી ન હતી.

સરકાર સૂત્રોના જણાવ્યાનુસાર, હજુય રાજ્ય કક્ષાની સમિતીમાં જંત્રીની ભાવ વધારા અંગે ચર્ચા-વિચારણા ચાલી રહી છે અને વિચારાધીન છે કે, આ અંગે શું નિર્ણય લેવા માટે મનોમંથન ચાલી રહ્યું છે. પરંતુ, જે રીતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદ, ગાંધીનગરમાં આયોજિત ક્રેડાઈ-ગાહેડ, નારેડકો અને ક્રેડાઈ ગાંધીનગરમાં જંત્રીના દરો અંગે રાજ્યના તમામ રિયલ એસ્ટેટ ડેવલપર્સને જંત્રીના દરોમાં રાહત આપવાની વાત કરી હતી તે પરથી એવું લાગી રહ્યું છે કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને સરકાર કંઈ તો રાહત આપશે તેવું ચોક્કસ કહી શકાય. ટીમ બિલ્ટ ઈન્ડિયા.