GovernmentHousingInfrastructureNEWSPROJECTS

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું 13,500 કરોડનું બજેટ 2025-26 આજે થશે રજૂ, શહેરમાં માળખાકીય સુવિદ્યાઓ પર ભાર મૂકાશે.

આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું 13,500 કરોડ રુપિયાનું બજેટ-2025-26 રજૂ કરવામાં આવશે. 2025ના વર્ષના અંતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજાનાર હોવાથી, નવા કરવેરા લાદવામાં આવે તેવી કોઈ જ શક્યતા દેખાતી નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિનનર એમ. થેન્નારસન દ્વારા આ બજેટ રજૂ કરવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2070ના વર્ષ સુધી નેટ ઝીરો એમીશનના વિઝનને સાકાર કરવાની નેમ સાથે દ્વારા બજેટ 2025-26 ના વર્ષના બજેટમાં પર્યાવરણલક્ષી પ્રોજેક્ટ્સ પર ભાર મૂકવામાં આવશે. આજે રજૂ થનારા બજેટમાં ક્લાઈમેટ ચેઈન્જ, રિન્યૂએલ એનર્જી પર ભાર મૂકવા, શહેરમાં વ્હાઈટ ટોપીંગ રોડ અને આઈકોનિક રોડમાં વધારો કરવા, શહેરમાં વધુ સ્થળે રેલ્વે અન્ડરપાસ અને ઓવર બ્રિજ બનાવવા સહિત શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિદ્યા સુદ્દઢ બનાવવા પર ભાર મૂકવામાં આવશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા

Show More

Related Articles

Back to top button
Close