GovernmentHousingNEWS
SRFDCLના નવા ચેરમેન તરીકે અમદાવાદના પૂર્વ મ્યુનિ. કમિશનર આઈ.પી. ગૌતમની નિમણૂંક

1986 બેંચના આઈએએસ ઓફિસર(રિટાયર) અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ મ્યુનિ. કમિશનર આઈ. પી. ગૌતમની સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના નવા ચેરમેન તરીકે નિમણૂંક કરવામાં આવ્યા છે. તેઓ 2 વર્ષ માટે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના ચેરમેન પદે રહેશે. નોંધનીય છે કે, આ પહેલાં, કેશવ વર્માએ સાબરમતી રિવરફ્રન્ટના ચેરમેન તરીકે પાંચ વર્ષ સુધી ફરજ નિભાવી, અને હવે આઈ.પી. ગૌતમ સંભાળશે.

ઉલ્લેખનીય છે કે, આઈ.પી. ગૌતમે ગુજરાત સરકારના મહત્વના વિભાગોના પદો સંભાળ્યા છે, જેમાં શહેરી વિકાસના પ્રિન્સિપલ સેક્રેટરી, હાઉસિંગ, પોર્ટ અને ટ્રાન્સપોર્ટ અને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર તરીકે ખૂબ જ સફળતાપૂર્વક કામ કર્યુ છે. તેઓએ નવી દિલ્હી ખાતે કેન્દ્ર સરકારના લોકપાલના મેમ્બર તરીકે પણ ફરજ બજાવી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.