અદાણી ગ્રુપ, PSP પ્રોજેક્ટ્સમાં બનશે પાર્ટનર, પીએસપીમાં રૂ. 685 કરોડમાં 30% હિસ્સો ખરીદશે.
દેશની જાણીતી અને મોટા ઉદ્યોગપતિ અદાણી ગ્રુપની અદાણી ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીએ, ગુજરાત સહિત દેશભરમાં બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન સેક્ટરમાં પ્રખ્યાત પીએસપી પ્રોજેક્ટસ્ લિમિટેડ સાથે ભાગીદારી કરશે. સૂત્રોના જણાવ્યાનુસાર, પીએસપી પ્રોજેક્ટસ્ લિમિટેડમાં 30.07 ટકા હિસ્સો, રુપિયા 685 કરોડમાં ખરીદશે તેવી જાહેરાત મંગળવારે પીએસપી પ્રોજેક્ટસ્ લિમિટેડે કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ગૌતમ અદાણીની અદાણી એન્ટરપ્રાઈઝિસનો ભાગ અદાણી ઈન્ફ્રા, પીએસપી પ્રોજેક્ટસ્ લિમિટેડનાના ચેરમેન અને સૌથી મોટા શેરધારક એસ. એસ પટેલ પાસેથી PSP પ્રોજેક્ટ્સમાં શેર ખરીદશે. અદાણી ગ્રુપ, જે પોર્ટ અને પાવર જેવા ક્ષેત્રોમાં કાર્યરત છે, યુ.એસ.માં ઉર્જા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં તાજેતરના $10 બિલિયન રોકાણ સહિત તમામ ક્ષેત્રોમાં વિસ્તરણ કરી રહ્યું છે.
નોંધનીય છે કે, પીએસપી પ્રોજેક્ટસ્ લિમિટેડ, સારામાં સારી ગુણવત્તાવાળા અને સમયમર્યાદા પ્રોજેક્ટસ્ પૂર્ણ કરવામાં દેશભરમાં મોખરાનું સ્થાન ધરાવે છે. સુરત ડાયમંડ બોર્સ જેવા ઔદ્યોગિક, સંસ્થાકીય, રહેણાંક અને વૈભવી એપાર્ટમેન્ટની હાઈરાઈઝ બિલ્ડિંગ પ્રોજેક્ટ માટે PSP પ્રોજેક્ટ્સે 30 સપ્ટેમ્બર સુધીમાં રૂ. 65.46 બિલિયનની ઓર્ડર બુક નોંધાવી હતી. PSP પ્રોજેક્ટ્સનું મૂલ્ય શેર દીઠ રૂ. 575 છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.