Construction EquipmentInfrastructureNEWSPRODUCTS

ગુજરાતની Apollo Inffratech 16 ફેબ્રઆરીના રોજ લોન્ચ કરશે કન્સ્ટ્રક્શન ઈક્વિપમેન્ટ ન્યૂ મોડેલ

ગુજરાતના ઔદ્યોગિક શહેર મહેસાણાની Apollo Inffratech, કે જે ગુજરાત સહિત દેશભરના તમામ રાજ્યોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટસ્ નિર્માણ કરતી કન્સ્ટ્રક્શન કંપનીઓ માટે કન્સ્ટ્રક્શન ઈક્વિપેમેન્ટ મેન્યુફેક્ચર કરે છે. તે સાથે વિદેશી કંપનીઓ સાથે જોઈન્ટ વેન્ચરમાં કન્સ્ટ્રક્શન ઈક્વિપમેન્ટનું ઉત્પાદન કરે છે. આવી વિદેશી કંપની Hawkeye Pedershaab અને Apollo Carmix કંપનીઓની પાર્ટનરશીપના 10 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. જેના ભાગરુપે 16 ફેબ્રઆરીના રોજ અપોલો ઈન્ફ્રાટેકના કોર્પોરેટ હાઉસ મહેસાણા ખાતે “TechNovation”ઈવેન્ટનું આયોજન કર્યુ છે. જેમાં અપોલો ઈન્ફ્રાટેક તેમની પાર્ટનર કંપની Parker Plant India Pvt. Ltd. નું Mobile Asphalt Batchmix Plants અને Zenith block machineનું લોન્ચિંગ કરવામાં આવી રહ્યું છે.   

ઉલ્લેખનીય છે કે, ગુજરાત સહિત દેશભરમાં છેલ્લા દોઢ દાયકામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટસ્, નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે, રોડ, રેલ્વે બ્રિજ, મેટ્રો રેલ, બુલેટ ટ્રેન, દરિયાઈ બ્રિજ, ફ્લાયઓવર બ્રિજ નિર્માણ પામ્યા છે અને હજુ પણ મોટીસંખ્યામાં માળખાકીય વિકાસ થઈ રહ્યો છે. જેને લીધે કન્સ્ટ્રક્શન સેક્ટર સાથે જોડાયેલા વ્યવસાયોનો સારો ગ્રોથ જોવા મળી રહ્યો છે. જેમાં ખાસ કરીને, કન્સ્ટ્રક્શન ઈક્વિપમેન્ટની માંગ વધી છે. ત્યારે અહીં ગુજરાતની અપોલો ઈન્ફ્રાટેક્ પ્રાઈવેટ લિમિડેટ ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓને તમામ પ્રકારની કન્સ્ટ્રક્શન ઈક્વિપમેન્ટ પુરા પાડે છે.

ગુજરાતની એપોલ ઈન્ફ્રાટેક્ પ્રાઈવેટ લિમિટેડે વિદેશની કન્સ્ટ્રક્શન મેન્યુફેક્ચરીંગ કંપનીઓ સાથે પાર્ટનરશીપમાં બિઝનેસ કરીને, વિદેશી તકનીકને ગુજરાતમાં લાવે છે. અપોલો ઈન્ફ્રાટેક પ્રાઈવેટ લિમિટેડે અત્યાર સુધીમાં પાર્કર પ્લાન્ટ ઈન્ડિયા લિમિડેટ, હોકેઆઈપેડરસાબ જેવી કંપનીઓ સાથે જોઈન્ટ વેન્ચરમાં સફળતાપૂર્વક કન્સ્ટ્રક્શન ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરીંગ કર્યું છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close