2024માં સસ્ટેનેબલ કન્સ્ટ્રક્શનનો યુગ શરુથશે, કન્સ્ટ્રક્શન ઈન્ડસ્ટ્રીઝમાં આવશે નવો બદલાવ.
હાલ આપણે એક એવા યુગમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ કે, જ્યાં પર્યાવરણીય સભાનતા, જાગૃતિ અને જતન કરવું મોખરે છે. વિવિધ ઉદ્યોગોની પ્રણાલીઓને આકાર આપવા પર્યાવરણના જતન સાથે ટકાઉપણું એક મુખ્ય પરિબળ બની ગયું છે. જે પૈકી બાંધકામ ઈન્ડસ્ટ્રીઝ તેના ઈકોલોજીકલ ફૂટપ્રિન્ટમાં ઘટાડવાની જરુરિયાત દ્વારા સંચાલિત પરિવર્તનનું સાક્ષી છે. જેમ જેમ બાંધકામ પ્રવૃતિઓ વધતી ગઈ છે, તેમ પર્યાવરણીય અસરો વિશે જાગૃતિ વધી રહી છે. જે વર્તમાનની માંગ છે, જેથી હાલ ભારતીય બિલ્ડરો અને વિકાસકર્તાઓ બાંધકામ પ્રવૃતિઓ સાથે ગ્રીન બિલ્ડિંગ કન્સેપ્ટનો અમલ કરીને પર્યાવરણના જતન સાથે કુદરતી સ્ત્રોતનો વધુમાં વધુ ઉપયોગ કરીને કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા માટે ગતિશીલ છે.
રવિવારે સુરત ખાતે સુરત ડાયમંડ બુર્સના ઉદ્દઘાટન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરત ડાયમંડ બુર્સ બિલ્ડિંગની પ્રશાંસા કરતાં જણાવ્યું હતું કે, દેશભરમાં સુરત ડાયમંડ બુર્સ બિલ્ડિંગના નિર્માણમાં જ ગ્રીન બિલ્ડિંગ કન્સ્પેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે પ્રશંસનીય છે. અને દેશભરના સિવીલ એન્જીનીયરીંગ અને આર્કીટેક અકાદમીના વિદ્યાર્થીઓને આ બિલ્ડિંગની મુલાકાત કરાવવી જોઈએ.
ભારતના કુલ ઉર્જાના વપરાશના 40%થી વધુનો હિસ્સો હાલ ઈમારતો દ્વારા થાય છે. 2050 સુધીમાં, જો આપણો જૂની અને બિનકાર્યક્ષમ મકાન નિર્માણ પદ્ધતિઓનો ઉપયોગ કરવાનું ચાલુ રાખીશું, તો Co2 ઉત્સર્જનનો હિસ્સો 70 ટકાથી પણ વધારે પહોંચી જશે.જેથી 2024માં ઘણા પરિબળો ભારતીય બિલ્ડરોને કન્સ્ટ્રક્શન સેક્ટરમાં લેન્ડસ્કેપ, વધુ ઈકો ફ્રેન્ડલી અને ગ્રીન બિલ્ડિંગના તમામ નિયમોનું પાલન કરવા માટે જવાબદાર બનાવે છે.
બાંધકામ, સામાજિક વિકાસ માટે જરૂરી હોવા છતાં, લાંબા સમયથી પર્યાવરણીય અધોગતિમાં નોંધપાત્ર યોગદાન આપનાર છે. આશ્ચર્યજનક વાત છે કે,બાંધકામ ક્ષેત્ર કુલ વૈશ્વિક ઊર્જા સંબંધિત CO2 ઉત્સર્જનના આશરે 37% માટે જવાબદાર છે. આ ઉત્સર્જનમાંથી એક આશ્ચર્યજનક 69% હાલની ઈમારતોના સંચાલન અને ઉપયોગથી ઉદ્ભવે છે.
નોંધનીય છે કે, બાંધકામ ઉદ્યોગ મોટા પ્રમાણમાં કચરો ઉત્પન્ન કરે છે, લેન્ડફિલ્સમાં ફાળો આપે છે અને ઈકોસિસ્ટમ માટે ગંભીર ખતરો ઉભો કરે છે. જેથી, 2024માં કન્સ્ટ્રક્શન ઈન્ડસ્ટ્રીઝમાં ટ્રેન્ડ બદલાશે. જેમ કે, ગ્રીન બિલ્ડિંગ મટેરિયલ અને ટેકનિકનો ઉપયોગ, રીન્યૂબલ એનર્જીનો ઉપયોગ કરાશે, એડવાન્સ મેટેરિયલ અને 3D પ્રિન્ટિંગ ટેકનિક અને સરક્યુલર ઈકોનોમી પ્રેક્ટિસનો ઉપયોગ થશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.