GovtInfrastructureNEWSPROJECTS

વડનગરમાં મ્યુઝિયમનું નિર્માણકાર્ય પૂરજોશમાં, માર્ચ-2024માં ઉદ્દઘાટન થવાની સંભાવના  

પ્રાચીન નગર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું માદરે વતન વડનગરમાં હાલ પ્રાચીન નગરમાં સમારકામ અને કેટલાક પ્રાચીન સ્થાપ્યોને પુન નિર્માણ કરવામાં આવી રહ્યાં છે. જે અંતર્ગત હાલ વડનગરમાં એક મ્યુઝિમનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

અંદાજે બેથી અઢી વિઘા જમીન પર પથરાયેલું વડનગર મ્યુઝિયમનું નિર્માણ ગુજરાતની નામાંકિત કન્સ્ટ્રક્શન કંપની પીએસપી પ્રોજેક્ટ લિમિટેડ દ્વારા કરવામાં આવી રહ્યું છે. હાલ નિર્માણ કાર્ય અંદાજે 60 ટકાથી વધારે પૂર્ણ થયું ગયું છે. આગામી માર્ચ મહિનામાં આ મ્યુઝિયમનું ઉદ્દઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે તેવું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે.

આ ઉપરાંત, શર્મિષ્ઠા તળાવ, કિર્તી તોરણ સહિત અનેક સ્થાપત્યોનું સમારકામ કરવામાં આવ્યું છે. વડનગર નગરની સુંદરતા અને નવીનકરણ કરવાને કારણે, વડનગરની આસપાસની જમીનના ભાવ પણ ઊચકાય છે. ઉલ્લેખનીય છે કે, મળતી માહિતી મુજબ, વડનગરમાં એરપોર્ટનું નિર્માણ પણ થવાનું છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close