હવે જમ્મુ કાશ્મીરમાં જમીન ખરીદી શકાશે અને રેસિડેન્શિયલ-કોમર્શિયલ પ્રોજેક્ટ પણ નિર્માણ પામશે
પૃથ્વી પરનું સ્વર્ગ, હવે ખરેખર સ્વર્ગ બનશે, કારણ કે, 11 ડિસેમ્બર-2023ની મોડી સાંજે રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા રજૂ કરાયેલા જમ્મુ-કાશ્મીર પુન:ગઠન બીલ અને જમ્મુ કાશ્મીર અનામત બીલ આ બંને બીલોને સર્વોનુમતે રાજ્યસભામાં પાસ કરી દેવાયા છે. તે સાથે જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી યોજાશે, જમીનની ખરીદી કરી શકાશે.અને જમ્મુ કાશમીરમાં ગુજરાતનો જેવા વિકાસ થશે. ઉલ્લેખનીય છે કે, 370ની કલમને દૂર કરવાના નિર્ણયને સુપ્રિમ કોર્ટની ખંડપીઠે યોગ્ય ઠેરતાં જણાવ્યું છે કે, દેશના રાષ્ટ્રપતિ પાસે 370 ની કલમને દૂર કરવાનો અધિકાર છે અને જમ્મુ કાશ્મીર ભારતનો એક અભિન્ન અંગ છે.
જમ્મુ-કાશ્મીરમાં 370ની કલમ દૂર કરવાના નિર્ણયને યોગ્ય ગણાવતા, હવે જમ્મુ-કાશ્મીરમાં ટુરિઝમ ડેવલપમેન્ટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને વિવિધ કુદરતી સૌદર્ય જેવા કે, અત્તર, સુગંધી પદાર્થો, ઊનના કપડાં સહિત નાના મોટા વ્યવસાયોને વેગ મળશે પરિણામે સ્થાનિક લોકો રોજગાર મળશે. કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ કાશ્મીરમાં હાલ મેડિકલ કોલેજ, નર્સિગ કોલેજ, સ્કૂલ, બિઝનેસ કોલેજ અને રેસિડેન્શિયલ મકાનો નિર્માણ કરવામાં આવી રહ્યા છે. જોકે, નર્સિંગ કોલેજ, સાત મેડિકલ કોલેજ, સ્કૂલ અને બિઝનેસ કોલેજનું નિર્માણ કરી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, આગામી સમયમાં જમ્મુ-કાશ્મીરમાં રેસિડેન્શિયલ, ટુરિઝમ અને કોમર્શિયલ સેગમેન્ટના પ્રોજેક્ટ નિર્માણ પામશે તો નવાઈ નહી હોઈ. કારણ કે, હવે ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશની જેમ જમ્મુ કાશ્મીર રાજ્ય સામાન્ય બની ગયું છે કે, જ્યાં સૌ કોઈ જઈ શકશે અને પોતાના બિઝનેસ, વ્યવસાય, રોજગાર કરી શકશે.જેથી હવે જમ્મુ-કાશ્મીર વિકાસમાં હરણ ફાળ ભરશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.