GovernmentHousingInfrastructureNEWSPROJECTS

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે કરશે, અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પર SGVP અંડરપાસ બ્રિજનું લોકાર્પણ

CM Bhupendra Patel will inaugurate the SGVP underpass bridge at Vaishnodevi Circle in Ahmedabad today.

આજે ગુજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પર નિર્માણ પામેલા SGVP અંડર પાસ બ્રિજનું લોકાર્પણ કરશે. નોંધનીય છે કે, ભુપેન્દ્ર પટેલે મુખ્યમંત્રીનો ચાર્જ સંભાળ્યા બાદ, લોકાર્પણનો પ્રથમ કાર્યક્રમ છે.

માર્ગ અને મકાન વિભાગનો હવાલો પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પાસે છે. આ બ્રિજનું ઉદ્દઘાટન થવાથી, વૈષ્ણોદેવી સર્કલ પર થતો ટ્રાફિક સુચારુ અને ઝડપી બનશે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાત મુલાકાતે છે. તેઓ પ્રમુખ સ્વામી મહારાજની 100મી જન્મશતાબ્દીમાં હાજરી આપવાના છે.

નજર કરીએ થ્રી લેયર બ્રિજની ખાસિયાતો પર

  1. આ થ્રી લેયર બ્રિજ, અંડર પાસ બ્રિજ સાથેનો ગુજરાતનો પ્રથમ છે.
  2. રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને સરદાર પટેલ રીંગ પર નિર્માણ પામેલા SGVP અંડર પાસ બ્રિજનું થ્રી લેયર બ્રિજ છે.
  3. 40 કરોડ રુપિયાના ખર્ચે નિર્માણ પામેલા આ બ્રિજનું નિર્માણકાર્ય ગુજરાતની કન્સ્ટ્રક્શન કંપનીએ આશિષ કન્સ્ટ્રક્શન અને નટરાજ કન્સ્ટ્રક્શનના સંયુક્ત ઉપક્રમે ગુણવત્તા સાથે થયું છે.
  4. અંડર પાસ બ્રિજનું પહોળાઈ છ લાઈન- 70 મીટર અંડર પાસ બ્રિજની લંબાઈ 720 મીટર એટલે કે, અંદાજિત પોણો કિલોમીટર થાય.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close