
શું મકાનની શોધમાં છો ? અને આપ સુપર બિલ્ટઅપ અને કાર્પેટ એરિયાની મુંઝવણમાં મુંઝાઈ રહ્યો છો. તો હવે આપ થશો સુપર બિલ્ટઅપ એરિયા સેલિંગની માથાકૂટમાંથી મુક્ત. કારણ કે, હવે અમદાવાદ શહેરમાં માત્ર રેરા કાર્પેટ એરિયા મુજબ મકાન, ઓફિસિસ, શોપ્સ કે શો રુમનું વેચાણ થશે.

મકાન ખરીદનાર ગ્રાહકો….હવે આપ, ઈન્ડસ્ટ્રીઝમાં જે રીતે કોઈ પણ પ્રોડક્ટ બને છે તેની કિંમત તેની ગુણવત્તા અને તેના અલગ અલગ પ્રમાણો મુજબ નક્કી થાય છે. તે જ રીતે હવે મકાનો, ઓફિસિસ, શો રુમોની કિંમત પણ તેની કન્સ્ટ્રક્શન ગુણવત્તા અને ડેવલપર્સ દ્વારા આપવામાં આવતી સુવિદ્યાઓને આધીન ફ્લેટ કે દુકાનની કિંમત નક્કી થશે. એટલે કે, માત્ર રેરા કાર્પેટ એરિયા મુજબ જ પ્રોપર્ટીની ખરીદી કરી શકશો. જો કે, હજુ જૂની પદ્ધતિ મુજબ એટલે કે, સુપર બિલ્ટઅપ એરિયા મુજબ વેચાણ ચાલુ છે.

તાજેતરમાં ક્રેડાઈ અમદાવાદ પ્રેસિડેન્ટ ધ્રુવ પટેલ અને તેમની ટીમે જાહેરાત કરી છે કે, હવે અમદાવાદમાં માત્ર રેરા કાર્પેટ એરિયા મુજબ પ્રોપર્ટીનું સેલિંગ થશે. એટલે કે, રેરામાં જે કાર્પેટ એરિયાની નોંધણી થાય છે તે જ મુજબ ગ્રાહકોને મળશે. આગામી 5 થી 7 જાન્યુઆરીના રોજ યોજાનાર ક્રેડાઈ-ગાહેડ પ્રોપર્ટી શોમાં તેનો અમલ થશે. એટલે કે, પ્રોપર્ટી શોમાં ભાગ લેનાર તમામ ડેવલપર્સ માત્ર રેરા કાર્પેટ એરિયા મુજબ વેચાણ કરશે તેવું ક્રેડાઈ અમદાવાદ પ્રેસિડેન્ટ ધ્રુવ પટેલે જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, આજકાલ રિયલ એસ્ટેટ માર્કેટમાં સુપર બિલ્ટઅપ અને કાર્પેટ એરિયા શબ્દો, મકાન ખરીદનાર અને પ્રોપર્ટી રોકાણકાર માટે શંકા અને અવિશ્વાસ ઉભો કરે છે, સાથે સાથે રિયલ એસ્ટેટ ડેવલપર્સની વિશ્વસનીયતા પર પણ માછલાં ધોવાય છે. ત્યારે હવે સુપર બિલ્ટઅપ મુજબ સેલિંગની ઝંઝટમાં મુક્તિ મળશે. કારણ કે, હવે મકાન, ઓફિસિસ કે શોપ્સ માત્ર રેરા કાર્પેટ એરિયા સેલિંગ પર વેચાશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.