GovernmentGovtNEWS

ટી.પી. કમિટી બેઠકનો નિર્ણય અમદાવાદમાં ટી.પી. સ્કીમના ઝડપથી અમલીકરણ માટે સેલની રચના કરાશે

The decision of the TP committee meeting is that a cell will be formed for speedy implementation of the TP scheme in Ahmedabad

અમદાવાદ શહેરમાં ટાઉન પ્લાનિંગ સ્કીમોનું ઝડપથી અમલીકરણ થઈ શકે એ હેતુથી ઝોનકક્ષાએ ટાઉન પ્લાનિંગ સ્કીમ અમલીકરણ સેલની રચના કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ટી.પી. કમિટીની બેઠકમાં વટવા વિધાનસભા મત વિસ્તારના રસ્તા,વોટર પમ્પિંગ સ્ટેશન સહિત કુલ 101 સ્થળના નામાભિધાન કરવાની દરખાસ્ત મંજુર કરવામા આવી હતી.

વિવિધ વિસ્તારની ટાઉન પ્લાનિંગ સ્કીમનો ઝડપથી અમલ કરી શકાય અને રસ્તા ખોલી શકાય એ હેતુથી ઝોન કક્ષાએ વોર્ડ ઈન્સ્પેકટર, સર્વેયર સહિતના કર્મચારી-અધિકારીની આગેવાનીમા સેલની રચના કરાશે. કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ પ્રતિક્રીયા આપતા કહ્યું, મ્યુનિસિપલ મિલકતોમા આવેલી અને ખાલી પડેલી તમામ દુકાનોની અપસેટ વેલ્યુ નકકી કરી તેના વેચાણ માટે ટેન્ડર પ્રક્રીયા હાથ ધરવા અધિકારીઓને સુચના અપાઈ છે. ધારાસભ્ય પ્રદીપસિંહ જાડેજાના મત વિસ્તારમાં 49 રસ્તાઓ, છ બગીચા, 10 વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન ઉપરાંત બે સબઝોનલ કચેરી, વાંચનાલય, જિમ્નેશિયમ, સ્પોર્ટસ કોમ્પલેકસ સહિતના 101 સ્થળને ભગવાન શ્રી-રામ, હનુમાનજી, મહાદેવ ઉપરાંત વિવિધ અગ્રણીઓના નામ સાથે જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

સરખેજ-ફતેવાડી ટી.પી. સ્કીમમાં મ્યુનિ.ને 46 પ્લોટ મળશે

ટી.પી. સ્કીમ નંબર-87 સરખેજ-ઓકાફ-ફતેવાડી અંગે સુધારા આમેજ કરવાની દરખાસ્ત કમિટીએ મંજુર કરી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનને આ ટી.પી. સ્કીમમાં 2,10,611 ચોરસ મીટરના 46 પ્લોટ મળશે. ગાર્ડન, ઓપન સ્પેશ, અર્બન ફોરેસ્ટ અને પ્લે ગ્રાઉન્ડ માટે 11 પ્લોટ, સામાજીક અને આર્થિક પછાત વર્ગના લોકો માટે ત્રણ, સામાજીક માળખાગત સુવિધા માટે 15, રહેણાંક હેતુના વેચાણ માટે ચાર અને વાણિજય હેતુના વેચાણ માટે 13 પ્લોટ મળશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- ગુજરાત સમાચાર.

Show More

Related Articles

Back to top button
Close