GovernmentGovtNEWSUpdates

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે

Prime Minister Narendra Modi will visit Gujarat for two days from today

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. બે દિવસ દરમિયાન અમદાવાદ, ગાંધીનગર અને કચ્છના વિવિધ કાર્યક્રમોમાં તે ઉપસ્થિત રહેશે. જેમાં અમદાવાદમાં અટલ બ્રિજનું લોકાર્પણ કરશે તેમજ ચરખા મહોત્સવમાં ભાગ લેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવતાં હોવાથી ભાજપ અને સરકાર દ્વારા તેમના સ્વાગતની તડામાર તૈયારીઓ થઈ ચુકી છે. વડાપ્રધાન જે-જે કાર્યક્રમોમાં ભાગ લેવાના છે તે કાર્યક્રમો સ્થળની ખુદ મુખ્યમંત્રીએ સમીક્ષા કરી છે. તેમજ સ્થાનિક વહીવટીતંત્ર પણ તેમને આવકારવા સજ્જ થઈ ચૂક્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે વિશેષ વિમાન મારફતે 2.30 કલાકે અમદાવાદ આવી પહોંચશે.

જ્યાંથી તેઓ સીધા જ રાજભવન જશે. બાદમાં સાંજે 5.30 કલાકે રિવરફ્રન્ટ ખાતે યોજાનાર ખાદી મહોત્સવના કાર્યક્રમમાં હાજરી આપશે. આ સ્થળેથી જ સાબરમતી નદી પર બનેલા અટલ ફૂટ બ્રિજનું ઈ-લોકાર્પણ કરશે.

બાદમાં તા.28 અને રવિવારે સવારે 10.00 કલાકે ભૂજ ખાતે સ્મૃતિ વન મેમોરિયલનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરાશે. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 11.30 કલાકે શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે યોજાનાર જાહેર કાર્યક્રમમાં સંબોધન કરશે. વડાપ્રધાન દ્વારા ભૂજ ખાતે વિવિધ વિકાસના પ્રોજેક્ટ્સના ખાતમુહૂર્ત કરાશે તેમજ રાષ્ટ્રાર્પણ કરાશે.

રવિવારે સાંજે 5.00 કલાકે મહાત્મા મંદિરમાં યોજાયેલા ભારતમાં સુઝુકીના 40 વર્ષની સ્મૃતિમાં યોજાનાર કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેશે.

વડાપ્રધાનનો કાર્યક્રમ તા.27, શનિવાર

• બપોરે 2.30 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આગમન

• સાજે 5.30 કલાકે રિવરફ્રન્ટ પર ચરખા મહોત્સવ

• સાંજે 5.30 કલાકે રિવરફ્રન્ટ પર અટલ બ્રિજનું ઈ-લોકાર્પણ

• રાજભવન ખાતે રાત્રિ રોકાણ

વડાપ્રધાનનો કાર્યક્રમ તા.28, રવિવાર

• સવારે 9.00 કલાકે ભૂજ જવા રવાના

• સવારે 10.00 કલાકે ભુજ ખાતે સ્મૃતિવન મેમોરિયલનું લોકાર્પણ

• સવારે 11.30 કલાકે શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે જાહેર કાર્યક્રમ

• સાજે 5.00 કલાકે મહાત્મા મંદિર ખાતે ભારતમાં સુઝુકીના 40 વર્ષ’ની સ્મૃતિમાં કાર્યક્રમ

• રાત્રે 9.00 કલાકે દિલ્હી જવા રવાના થશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- સંદેશ.

Show More

Related Articles

Back to top button
Close